તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રૂ.15 કરોડના ખર્ચે જળ સંચયના કામો થશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જીલ્લામાં જળસંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો કરવા માટેની સમીક્ષા બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના આયોજન ખંડમાં યોજાઇ હતી. ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ કરવા માટે રાજ્ય સરકારા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં હયાત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નુકશાન પામેલ ચેકડેમના રીપેરીંગ, નદીઓના પ્રવાહને રોકતા ગાંડા બાવળ, ઝાડી ઝાંખરા દૂર કરવા વગેરે કામગીરી લોકભાગીદારીથી સ્વૈચ્છીક સંસ્થા, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્થા અને મનરેગા હેઠળ કામગીરી કરવામાં આવશે.

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ચાલુ છે છતા વિકાસના કાર્યોની ગતી જાળવી રાખી છે જેના ભાગરૂપે વરસાદરૂપી વરસતા અમૃતને ભગવાનની પ્રસાદી સમજી પાણીના બુંદ-બુંદનો સંગ્રહ થાય તે માટે ભાવનગર જિલ્લામાં તબક્કામાં જળ સંચયના 900 કામો અંદાજીત રૂ. 15 કરોડના ખર્ચે હાથ ધરાશે.આ બેઠકમાં પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલે જીલ્લામાં હાથ ધરાવનાર વિવિધ જળ સંચયના કામો અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પાણી પુરવઠાના અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો