ગારિયાધાર તાલુકાના પશ્ચિમ વિસ્તારના 20 થી વધુ ગામોમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણીની અછતને કારણે ગ્રામજનો ધંધા રોજગાર છોડીને અન્ય ગામો તેમજ પાણીના સ્ત્રોતો સુધી રઝળપાટ કરી રહયાં છે. ગારીયાધાર તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામો જેમાં વેળાવદર,ચારોડીયા, મોરબા, બેલા, નાની વાવડી લુવારા વગેરેનો બધાં જ ગામોમાં અત્યારે પાણીની તીવ્ર અછત છે. આ તંગીને કારણે ઘણાં બધાં લોકોને પોતપોતાની રોટી રોટી છોડીને પાણી માટે ભટકવું પડે છે.
મુખ્ય સમસ્યાએ છે કે સૌની યોજના અંતર્ગત જે પાઇપ લાઇનથી પાણી આવે છે તે ગારીયાધાર તાલુકાના છેવાડાનો પુર્વ બાજુનો વિસ્તાર છે.તેથી તે તાલુકાના થોડા ગામોને બાદ કરતા કોઈને તેનો લાભ મળતો નથી.નબળી નેતાગીરીને કારણે આ પાણીની પાઇપલાઇન ગારીયાધારના મધ્ય ભાગમાંથી કાઢવાને બદલે એક બાજુના ગામોમાંથી કાઢવામાં આવી. છે જેથી મોટી વાવડી, સુખપર જેવા થોડા ગામને તેનો લાભ મળ્યો પણ લગભગ આખો તાલુકો સૌની યોજનાથી બાકાત રહી ગયો. જેનાથી ગારીયાધારના 20 થી વધુ ગામો અત્યારે પાણી માટે વલખા મારી રહ્યાં છે.
વેળાવદરના એક કારીગરી કામથી રોજી રળે છે પણ તેને પોતાના મોટરસાયકલ પર 3 કિમીથી પાણી લાવવું પડે છે તેથી તેની રોજી અટકી જાય છે તે કહે છે હવે અમારે પાણીનાં વાંકે ના છુટકે સુરત સ્થળાંતર કરવું પડશે.આ તાલુકામાં આપના ધારાસભ્ય ચૂંટાયેલા છે અને તેઓની રજૂઆત સ્વભાવિક છે કે શાસક પક્ષના લોકો ઓછી સાંભળે પરંતુ પાણીએ આપણી પ્રાથમિકતા છે છતા જેની હોય તેની પરંતુ તમામ લોકોને પુરતા પ્રમાણમાં જન સુવિધાઓ આપવામાં આવે તે ખૂબ જરૂરી હોય છે. લોકમાંગને પુરી કરવા તંત્ર પગલાં નહીં લે તો લોકો માટલાં સરઘસ લઈ રસ્તા પર ઊતરશે. જેમ જેમ ઉનાળો આગળ વધતો જશે તેમ તેમ પાણીની જરૂરીયાત વધતી જશે ત્યારે તંત્ર અત્યારથી જ પગલા ભરે.
સાંસદે 1 મહિનામાં કામ પુરૂ કરવાની ખાત્રી તો આપી
તાજેતરમાં સાંસદ કાછડીયાએ લોક પ્રશ્ર્નો સાંભળવા પ્રવાસ કર્યો તો ગામડે ગામડે પાણીના પ્રશ્નો આવ્યા. અધિકારીઓનો કહે છે કે દામનગર થી પાચટોબરા સંપની પાઈપ લાઈન તુટી ગઈ છે તેથી પીવાનું પાણી મળતું નથી.એક મહિનામા કામ પુરું કરવા સાંસદ કહીને ગયા પણ એક મહિનો શું કરશો તેનો કોઈ ફોડ પાડ્યો નથી.નવી પાઇપલાઇન નાખવાની કામગીરી તો એક મહિનો ચાલે તેમ છે તો ત્યાં સુધી પ્રજાએ પાણી માટે ભટકવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.