તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમસ્યા:ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલા સનેસ ગામમાં પાણી સમસ્યા, લોકો છ મહિનાથી પાણી વિહોણા બન્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • સનેસ ગામે પાણીની નવી લાઈન નાખતા સુવિધાને બદલે દુવિધા ઉભી કરી
  • પાણીની નવી લાઈન નાખી પણ લીકેજ થતા રીપેરીંગ કરાતી નથી

ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલું સનેસ ગામ કે જ્યાં છેલ્લા છ માસથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. છ માસ પહેલા પાણીની જૂની લાઈન બંધ કરી નવી લાઈન નાખવામાં આવી અને ત્યારથી સનેસ ગામે પાણીની સમસ્યા ઉભી થઇ ગામજનોને પીવાનું પાણી ભરવા આસપાસના વાડી ખેતરમાં પાણી ભરવા જવું પડે છે.

પાણીની સમસ્યાને પગલે લોકો પોતાના કામ પર જઈ શકતા નથી

એક તરફ ગામડાના લોકો મજુરી કરી ગુજરાન ચલાવે છે અને બીજી તરફ પાણીની સમસ્યાને પગલે લોકો પોતાના કામ પર જઈ શકતા નથી. જેને પગલે સમગ્ર સનેસ ગામના લોકોએ રોષ ઠાલવ્યો હતો કે ચૂંટણી સમયે મોટામોટા વાયદાઓ કર્યા અને હવે જીવન જીવવા માટે બહુ મુલ્ય પાણી જેવી સમસ્યા પણ રાજકીય નેતાઓને નજરે દેખાતી નથી. સરકાર કહે છે કોરોનાથી સાવચેતી જાળવો પણ સનેસ ગામના લોકોતો પીવાના પાણી વગર કોરોના પહેલા જ મારી જશે.

પુરુષો અને બાળકો હાથ લારી લઇને પાણી ભરવા જાય છે

ભાવનગર જીલ્લાના ભાલ પંથક પાણી સમસ્યા અવાર નવાર સર્જાતી હતી. ત્યારે સરકાર દ્વારા પાણીની સમસ્યા દુર થાય તેવા હેતુથી ભાલ પંથકના અનેક ગામોમાં પાણીની લાઈન નાખી આપી. પણ ભાવનગરથી વીસ કિલોમીટર દુર આવેલા સનેસ ગામે પાણીની નવી લાઈન નાખતા સુવિધાને બદલે દુવિધા ઉભી કરી. સનેસ ગામે છ મહિલા પહેલા પીવાના પાણીની જૂની લાઈન રદ કરી નવી લાઈન નાખી હતી. જે લાઈન અવાર નવાર લીકેજ થઇ જાય છે. અને જેને સમયસર રીપેરીંગ કરવામાં ન આવતી હોવાને લઇ છેલ્લા છ મહિનાથી સનેસ ગામને મળતું પાણી બંધ થઇ ગયું છે. સનેસ ગામના લોકો છ માસથી પાણી માટે વલખા મારી રહ્યા છે.

આ ગામની 1500 ની વસ્તી છે. અને સનેસ ગામે મુખ્ય આજીવિકા માટે ઘરના પુરુષ અને મહિલા બંને ખેત મજુરી કામ કરે છે. ત્યારે પાણીની સમસ્યા સર્જાતા ગામ લોકોને પાણી માટે દુર સુધી જવું પડે છે. મહિલાઓ બેડા લઇને જાય છે તો પુરુષો અને બાળકો હાથ લારી લઇને પાણી ભરવા જાય છે. ત્યારે લોકો એક દિવસ પાણી માટે મજુરી કામ છોડીને ઘરે રહે ત્યારે ઘરમાં પાણી પૂરું થાય જેનાથી સનેસ ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

રાજકીય નેતાઓ અને અધિકારીઓ પાસે પાણી મુદ્દે અનેકવાર રજૂઆત કરાઇ

સનેસ ગામના લોકોએ પાણી અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા છ માસથી પાણી નથી આવતું જેની રાજકીય નેતાઓ અને અધિકારીઓ પાસે પણ પાણી મુદ્દે અનેક વાર લોકો દ્વારા રજૂઆત કરાઇ છે. પણ કોઈ સનેસ ગામની પાણીની સમસ્યા અંગે ધ્યાન આપતું નથી. જયારે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે રાજકીય આગેવાનો આવી મોટા મોટા બુણગા ફૂકી ગયા અને એક કે બે દિવસ ગામના કોમન હોજમાં પાણી ઠાલવી આપ્યું અને ચૂંટણી પૂર્ણ થઇ પછી ગામની સમસ્યા જેમની તેમ રહી. હવે ઉનાળાનો આક્રો સમય આવ્યો છે. લોકોને વાપરવા માટે પાણી ન આપે તો ચાલશે પણ પીવાના પાણીની સમસ્યા દુર થાય તેવી માંગ સ્થાનિક લોકોએ કરી હતી. સરકાર એક તરફ કહે છે કોરોનાથી સાવચેત રહો પણ સનેસ ગામના લોકોને કોરોના નહિ પણ પીવાનું પાણી નહિ આવે તો મારવાનો વારો આવશે. જે અંગે તંત્ર ઝડપથી કોઈ યોગ્ય પગલા લે તેવી માંગ સાથે સ્થાનિક મહિલાઓ અને લોકોએ રોષ ઠાલવ્યો હતો.

સનેસ ગામ ભાલ પંથકની ગામ છે. જ્યાં દરિયાઈ ખુલ્લો પટ આવ્યો હોવાથી ઉનાળાના અકારા સમયમાં ગરમ પવન ફુકાય અને ગરમીનું પ્રમાણ પણ ખુબ જ હોય છે. ત્યારે હવે પીવાના પાણીની જરૂરિયાત અને સમસ્યા વધશે અને લોકોને મુશ્કેલી વધુ થશે. ત્યારે તંત્ર દ્વારા સનેસ ગામના લોકોની પાણીની મુશ્કેલી દુર કરશે કે કેમ તે જોવું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો