તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ફુલસર CM આવાસમાં પાણીની હાડમારી

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી આવાસમાં ઓછા પ્રેશરને કારણે રહિશોને પાણી નહી મળતા કોર્પોરેશનના નાખ્યા ધામા

હજુ તો ઉનાળાની શરૂઆત જ થઇ છે ત્યાં શહેરમાં પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે. ફુલસર ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાના રહેણાંકોમાં છેલ્લા ઘણા દિવસોથી ઓછા પ્રેશરને કારણે પીવાનું પણ પાણી નહીં મળતા આજે રહીશોએ કોર્પોરેશન ખાતે ધામા નાખ્યા હતા.શહેરના ફુલસર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા આવાસને થોડા મહિના પૂર્વે જ કોર્પોરેશને લાભાર્થીઓને સોંપ્યા છે. રહીશોને પાણી માટે આવાસમાં પાણીનો ટાંકો બનાવી આપ્યો છે. તેમજ કોર્પોરેશન દ્વારા 6 ની લાઈન પણ નાખવામાં આવી છે.

પરંતુ 45 મિનિટમાં ઓછા પ્રેશરને કારણે પાણીનો ટાંકો ભરાતો નથી. જેથી રહીશોને પણ જરૂરિયાત મુજબ પીવાનું પાણી પણ મળતું નથી. ઉનાળાની શરૂઆતમાં જ આવી હાલત થાય તો ઉનાળાના કપરા દિવસોમાં રહીશોની હાલત કફોડી બને. જે અંગે આજે કોર્પોરેશન ખાતે આવાસ યોજનાના રહીશોનું ડેલિગેશન આવ્યું હતું. જેઓએ કમિશનરને મળી હૈયા વરાળ ઠાલવી હતી. રહીશોના યથાર્થ પ્રશ્ને કમિશ્નરે પાણીની સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી.ફુલસરના મુખ્યમંત્રી આવાસ યોજના રહીશો કોર્પોરેશનના પટાંગણમાં દોઢથી બે કલાક પાણીના પ્રશ્ને બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...