તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વીજ કાપથી અડધા શહેરમાં આજે પાણી કાપ

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વિદ્યાનગર, કાળુભા રોડ, નવાપરા, ઘોઘાસર્કલ, મેઘાણી, આંબાવાડી, કુંભારવાડા, ગઢેચી રોડ વિસ્તારમાં પાણી નહીં આવે

આવતીકાલે ત‍ા.2જી એપ્રિલના રોજ તખ્તેશ્વર ફિલ્ટર અને નિલમબાગ ફિલ્ટર પર સવારના 6 થી 1 સુધી પાવર કાપ હોવાથી પાણી સપ્લાય અનિયમિત રહેશે. સવારે 6 થી બપોરે 2 દરમિયાન પાણી વિતરણ થતાં વિસ્તારમાં પાણી નહીં આવે.શહેરના તખ્તેશ્વર ફિલ્ટર હેઠળ આવતા વિદ્યાનગર, કાળુભા રોડ, તખ્તેશ્વર પ્લોટ, રાધા મંદિર, ઉપર કોટ, નવાપરા, શિલ્પીનગર, ડીએસપી ઓફિસ રોડ, બારશે શિવ મહાદેવ વાડી વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. સમગ્ર ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, કુકડા કેન્દ્ર, રાજારામ અવેડા વિસ્તારમાં પણ પાણી સપ્લાય બંધ રહેશે. રૂપાણી, સરદારનગર વિસ્તારનો પાણી સપ્લાય બે કલાક મોડો રહેશે.

જ્યારે નીલમબાગ ફિલ્ટર હેઠળના વડવાનો સપ્લાય બંધ રહેશે.કુંભારવાડામાં બાનુબેનની વાડી, ગઢેચી રોડ, ગોપાલનગર, મિલની ચાલી, મોતીતળાવનો અને રામજીની વાડી, પાણી સપ્લાય બંધ રહેશે. આ બંન્ને ફિલ્ટર પ્લાન્ટ પર થી સવારના 6 થી 2 સુધી પાણી સપ્લાય થતા તમામ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો