આરોપી ઝડપાયો:ભાવનગરના મારામારીના કેસમાં વોન્ટેડ શખ્સ અમરેલીના ખાંભાથી ઝડપાયો

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGની ટીમે ફરાર આરોપીને ઝડપી ડી-ડીવીઝન પોલીસને હવાલે કર્યો

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો અને મૂળ અમરેલી જિલ્લાના ખાંભા ગામનાં શખ્સ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અંગે ફરિયાદ દાખલ થઈ હોય પરંતુ આરોપી નાસતો ફરતો હોય આ શખ્સને એસઓજી ની ટીમે તેના વતનથી ઝડપી ડી-ડીવીઝન પોલીસને સોંપ્યો હતો.

સમગ્ર બનાવ અંગે ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર રેન્જ આઈજી અશોક યાદવની સુચના મુજબ પોલીસ તંત્રની વિવિધ પાંખ અનડીટેક્ટ ગુનાઓ તથા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી.

જે અંતર્ગત મૂળ અમરેલી જિલ્લાના ખાંભા ગામનો વતની અને હાલ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અક્ષરપાર્કમાં રહેતાં હસમુખ બાબુ દવેરા વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 323, 324 મારામારી અંગે ફરિયાદ દાખલ થઈ હતી.

આ ફરિયાદ બાદ આરોપી પોલીસ મથકે સરેન્ડર થવાનાં બદલે વારંવાર પોતાના રહેઠાણ બદલી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હોય જે અંગે એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હસમુખ હાલ પોતાના વતન ખાંભા ગામે રહે છે. આથી ટીમે ખાંભા પહોંચી આરોપી હસમુખની ધડપકડ કરી કોવિડ ગાઈડલાઈન મુજબ ડી-ડીવીઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...