તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘાણીએ ભાંગરો વાટ્યો:ભાષણની શરૂઆતની 1 મિનિટમાં કરેલી ભૂલ સુધારવા વાઘાણી 12 મિનિટની સ્પીચમાં 10 વખત પાટીલભાઈ બોલ્યા

ભાવનગર23 દિવસ પહેલા
વાઘાણીએ ફળદુને પ્રદેશ અધ્યક્ષ કહેતા પાટીલે હાથ ઉંચો કરીને ભૂલ તરફ ધ્યાન દોર્યું
 • ભાવનગરના બોરતળાવમાં જાહેર સભામાં વાઘાણીએ પાટીલના બદલે ફળદુને ગુજરાતના ભાજપ અધ્યક્ષ કહ્યાં

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આજે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલએ ભાવનગરના વોર્ડ નંબર 9 બાલવાટિક પાસે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રથમ જાહેર સભા ભાવનગર ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના ભાષણમાં જીતુભાઈ વાઘાણીએ શરૂઆતની 1 મિનિટમાં જ ભૂલ કરી હતી અને ગુજરાતના ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની જગ્યાએ ફળદુ હાજર છે એવો ભાંગરો વાટ્યો હતો અને તેની પછી 12 મિનિટના ભાષણમાં તેને બંને મહાનુભાવો અને સી.આર.પાટીલભાઈ એમ 10 વખત બોલ્યા હતા.

આરસી ફળદુને પ્રદેશ અધ્યક્ષ કહ્યાં
ભારતીય જનતા પાર્ટીએ ભાવનગરના બોરતળાવથી ચૂંટણી સભાની શરૂઆત કરી હતી. બોરતળાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જે દરમિયાન ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભાષણ કરવા ઉભા થયાં હતા. ભાષણની શરૂઆતમાં આવેલા મહાનુભાવોનો પરિચય આપતી વખતે જીતુ વાઘાણીએ ભાંગરો વાટ્યો હતો અને કહ્યું હતું કે નવા વાઇબ્રેશન સાથે કાર્યકર્તાઓને નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે તેવા પ્રાંત અધ્યક્ષ ફળદુ તેમ બોલી ગયા હતા.

વાઘાણીની ભૂલ પર પાટીલ હસ્યા હતા
વાઘાણીની ભૂલ પર પાટીલ હસ્યા હતા

પાટીલે હાથ ઉંચો કરીને ભૂલ દર્શાવી
જેવા જીતુ વાઘાણીએ પ્રદેશ અધ્યક્ષ તરીકે ફળદુનું નામ બોલ્યા કે તરત જ સ્ટેજ પર હાજર સીઆર પાટીલે હાથ ઉંચો કરીને વાઘાણીની દર્શાવી હતી અને બાદમાં મુખ્યમંત્રી વિજય રુપાણીને આ ભૂલ અંગે જણાવી હસ્યા હતા. જોકે પાટીલે હાથ ઉંચો કરીને કરેલા ઇશારા બાદ જીતુ વાઘાણીની નજીક બેસેલા કાર્યકરે વાઘાણીનું ધ્યાન દોર્યું હતું. વાઘાણી ભૂલ સુધારી હતી અને પાટીલનો ઉલ્લેખ કર્યો હતો. જે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓમાં પણ હાસ્ય રેલાયું હતું.

વાઘાણીની ભૂલ અંગે પાટીલે સીએમ સાથે ચર્ચા કરી
વાઘાણીની ભૂલ અંગે પાટીલે સીએમ સાથે ચર્ચા કરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો