આયોજન:આજે તથા 27-28 નવેમ્બરે મતદાન સુધારણા કાર્યક્રમ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિધાન સભા ચૂંટણીના પ્રત્યેક મતદાન મથક ખાતે આયોજન

તા.1 જાન્યુઆરી, 2022ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં સઘન સ્વરૂપે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમુના ફોર્મ નંબર 6 ભરીને રજુ કરી શકાશે. લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતાં નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરાયેલ છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.21 નવેમ્બર (રવિવાર), તા.27 નવેમ્બર (શનિવાર) અને 28 નવેમ્બર (રવિવાર) નાં રોજ સવારે 10થી 5 વાગ્યા સુધી રાજ્યના તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે.

જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદારનાં તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે. ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા માટે ફોટો વિગતો સુધારવા માટે સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમુનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...