ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:ભાવનગર જિલ્લાની 244 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન, જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી 66.08 ટકા મતદાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • સરપંચ પદના 585 અને વોર્ડ સભ્ય પદના 3459 ઉમેદવારોનો ભાવિ મતદારો નક્કી કરશે

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,પેટા અને મધ્યસત્ર મળી કુલ 244 ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઇ છે. આ ચૂંટણીમાં 4142 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 66.08 ટકા મતદાન થયું છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

જિલ્લામાં 244 ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઇ છે. જેમાં 222 સામાન્ય ગ્રામ પંચાયત, 19 ગામોમાં પેટા ચૂંટણી અને 3 ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે. જિલ્લામાં 4142 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂ઼ટણીમાં 4044 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેમાં સરપંચ પદના 585 અને વોર્ડ સભ્ય પદના 3459 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ પોતાના વતન પીપરલા ગામે મતદાન કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, મતદાન કરવુ એ દરેક નાગરિકની ફરજ છે.

પેટાચૂંટણીમાં 51 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. જેમાં સરપંચ પદના 45 અને વોર્ડ સભ્ય પદના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે મધ્યસત્ર ચૂંટણીમાં 47 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં સરપંચ પદના 7 અને વોર્ડ સભ્ય પદના 40 ઉમેદવારોનો સમાવશે થાય છે.

જિલ્લામાં 4712 કર્મચારીઓ ચૂંટણી ફરજમાં ખડેપગે
ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 734 મતદાન બુથ પર અંદાજીત 4712 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં 4375 કમૈચારી ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 76 ચૂંટણી અધિકારી, 76 મદદનીશ ચૂ઼ંટણી અધિકારી અને 4223 પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

પેટા ચૂ઼ટણીમાં 337 કર્મચારી ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 14 ચૂંટણી અધિકારી અને 14 મદદનિશ ચૂંટણી અધિકારી અને 309 પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. જિલ્લામાં 271 સંવેદનશીલ અને 21 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. પાલિતાણા તાલુકામાં 8 અને ગારિયાધાર તાલુકામાં 13 મતદાન મથક અતિ સંવેદનશીલ છે.

અન્ય સમાચારો પણ છે...