' વિશ્વાસથી વિકાસયાત્રા':ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં 20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે વિશ્વાસથી વિકાસની યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.

દેશના સંસાધનો દેશમાં જ બને તે માટે પણ સરકાર કટીબદ્ધ
આ તકે વર્ચ્યુઅલ જોડાયેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યનાં લોકોની સુખાકારી વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. ભાવનગર જિલ્લામાં લોકોની સેવામાં વધારો કરવા તેમજ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિકાસના વિવિધ કામો લોકો માટે આજે ખુલ્લું મુકવાનો અવસર છે. આ કાર્યક્રમ અંતર્ગત અવિરતપણે આવાં અનેક વિકાસના કામો મુખ્યમંત્રી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશના સંસાધનો દેશમાં જ બને તે માટે પણ સરકાર કટીબદ્ધ છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા અનેક ક્ષેત્રે કામગીરીઓ કરવામાં આવી રહી છે અને લોકોને લાભ પહોંચતા થયા છે.

શહેરની સાથે ગામડાના વિકાસ માટે કાર્યો હાથ ધરવામાં આવ્યા છે
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસ થકી જિલ્લામાં અનેક બદલાવ જોવા મળી રહ્યો છે. છેવાડાના માનવીને પણ વિકાસના ફળો મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતની ધરાને હરિયાળી રાખવા માટે શ્રમકાર્ય કરતા ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ થકી લાભ પહોંચાડવામાં આવી રહ્યાં છે. બદલાતા સમયની સાથે નવી જરૂરિયાતો પણ ઉભી થાય છે. તેને સંતોષવા માટે અનેક પગલાંઓ હાથ ધરવા પડતા હોય છે. શહેરની સાથે ગામડાના વિકાસ માટે કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નળ-ગટર, આરોગ્ય, પરિવહન સહિતના તમામ ક્ષેત્રનો વિકાસ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યો છે. ગામડાઓને પણ શહેરની જેમ જ બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધર્યા છે અને તેની સિદ્ધિઓ પણ જોવા મળી રહી છે.

શહેરની સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા રાજ્ય સરકાર અનેક કામો હાથ ધરી રહી છે
આ તકે સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત અનેક કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનભાગીદારીથી અનેક ક્ષેત્રે જનતાને સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. શહેરની સાથે ગ્રામીણ ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અનેક કામો હાથ ધરી રહી છે. જેનો સીધો લાભ લોકો સુધી પહોંચતો કર્યો છે. લોકોની જીવન સુખાકારીમાં વધારો કરવા માટે સરકાર દ્વારા સામાન્ય લોકોને પણ તમામ સુવિધાઓનો લાભ મળે તે માટે અનેક ક્ષેત્રે વિકાસ હાથ ધર્યો છે. ખેતી, ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય, ગેસ, શૌચાલય, ઉજ્જવલા યોજના, રેશનિંગ અને આરોગ્યને લગતા તમામ ક્ષેત્રે જે વિકાસ હાથ ધરવામાં આવ્યો તેને સામાન્ય માણસ સુધી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

બંન્ને મળીને કુલ 145 કામો થશે
ભાવનગર જિલ્લા વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત ખાતમુહૂર્તના કુલ 83 કામો રકમ રૂ.17.15 કરોડ તથા લોકાર્પણના કુલ 62 કામો રકમ રૂ.14.90 કરોડ બંન્ને મળીને કુલ 145 કામો ૨કમ રૂ.32.05 કરોડના વિકાસના કામો હાથ ધરવામાં આવનારા છે

વિવિધ અગ્રણીઓ સહિત લાભાર્થીઓ હાજર રહ્યાં
આ તકે ધારાસભ્ય આત્મારામ પરમાર, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન ધીરૂ ધામેલીયા, ડેપ્યુટી મેયર કૃણાલ શાહ, મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા સહિત જિલ્લાના આગેવાનો, જિલ્લાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...