સ્પર્ધા:સ્ટેટ બેડમિન્ટનની ફાઇનલમાં વિશાલ દવે, અદિતા રાવ અને જીત પટેલ ચેમ્પિયન

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિક્સ ડબલ્સમાં ભાવિન જાદવ અને મૈત્રી ખત્રીની જોડી વિજેતા
  • મેન્સ ડબલ્સમાં એડ્રીયન જ્યોર્જ અને વિશાલ દવે અને વિમેન્સ ડબલ્સમાં તનિષા જોશી અને મૈત્રી ખત્રીની જોડી ચેમ્પિયન

ભાવનગર ડીસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત સ્ટેટ બેડમિન્ટનની ફાઇનલમાં આજે તમામ ઇવેન્ટની ફાઇનલ મેચો રમાડવામાં આવી જેમાં મેન્સ સિંગલ્સમાં અમદાવાદના વિશાલ દવેએ યશેન્દ્ર ખશ્વાહાની સામે 21-9,5-21,21-14થી ચેમ્પિયન બન્યા તથા મેન્સ ડબલ્સમાં એડ્રીયન જ્યોર્જ અને વિશાલ દવેની જોડી હેમેન્દ્રસિંહ રાજપૂત અને વૈભવ પરીખની જોડી સામે 21-11,21-11નો સ્કોર કરી ચેમ્પિયન બન્યાં.

વિમેન્સ સિંગલ્સના ફાઈનલમાં આણંદની અદિતા રાવ ચેમ્પિયન બની અને સુરતની શેનન ક્રિસ્ચન રનરઅપ થઈ અને વિમેન્સ ડબલ્સમાં તનિષા જોશી અને મૈત્રી ખત્રીની જોડી ચેમ્પિયન તથા દીપ્તિ કયુટી અને શેનન ક્રિસ્ચન જોડી રનરઅપ બની. મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ભાવિન જાદવ અને મૈત્રી ખત્રીની જોડીએ હેમેન્દ્રસિંહ રાજપૂત અને દીપ્તિ કયુટીની જોડી સામે 21-15,24-26,21-17નો સ્કોર કરી ચેમ્પિયન બન્યા. બોયઝ સિંગલ્સ અંડર-19માં અમદાવાદનાં સિધ્ધ શાહ સામે 19-21,10-21નો સ્કોર કરી વડોદરાના જીત પટેલ ચેમ્પિયન બન્યા અને બોયઝ ડબલ્સ અંડર-19માં બોરનાભ ગોગોઈ અને ધ્રુવ રાવલની જોડી સામે 18-21,21-17,19-21નો સ્કોર કરી આનંદ મકવાણા અને સુજલસિંહ બારૈયા ચેમ્પિયન બન્યા.

ગર્લ્સ સિંગલ્સ અંડર-19માં એશાની તિવારીની સામે અદિતા રાવ 17-21,22-20,9-21નો સ્કોર કરી ચેમ્પિયન બન્યા તથા ગર્લ્સ ડબલ્સ અંડર-19માં જાનવી પટેલ અને વૈદેહી ધાઇફૂલેની જોડી સામે એશાની શર્મા અને દમક ચૌહાણ 12-21, 21-23નો સ્કોર કરી ચેમ્પિયન બન્યાં. મિક્સ ડબલ્સ અંડર-19માં સુજલ ગટ્ટા અને સ્નેહલ સિંહની જોડી સામે દર્પણ સાને અને એશા ગાંધી 19-21,18-21નો સ્કોર કરી ચેમ્પિયન બન્યાં.

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ -2021ની સફળતા માટે ભાવનગર ડીસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ ડો. ઉમંગ દેસાઇ, સુનીલ ડોડીયા, અતુલ બંસલ, ડો તુષાર આદેસરા, ડો. જતીન સરવૈયા તથા અજય નૈયર અને ડીસ્ટ્રિક્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારોએ સંચાલન કર્યું હતું.

પ્રાઇઝ ડીસ્ટ્રિબ્યુશન ફંકશનમાં ભાવનગરના ડી.ડી.ઓ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, બંસલ ગ્રુપ પરિવાર, આર.બી.અગ્રવાલ ગ્રુપ, ડેન્ટોબેક ધોળકિયા ગ્રુપ, નિરમા ગ્રુપના ઓફિશીયલો તથા LICના અધિકારીઓએ ખેલાડીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. ભાવનગરમાં ખેલાયેલી આ સ્પર્ધા અત્યંત રોમાંચક બની રહી હતી અને દર્શકોએ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...