તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભાવવધારા અને કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર દેખાવો યોજાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્ન નહીં ઉકલે તો આંદોલનની ચિમકી
  • પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા, ઘરવેરો, ટીપી સ્કિમ સહિતના પ્રશ્ને રોષ વ્યક્ત કરાયો

ગુજરાત કિસાન સભા તથા સીટુ દ્વારા રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચા દ્વારા અપાયેલા એલાનના ભાગરૂપે અકવાડા ખાતે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા, ખેડૂત અને ખેતીને બરબાદ કરતા કૃષિ કાયદાના વિરોધમાં ગ્રામ સભા યોજાઇ ગઇ જેમાં અરૂણ મહેતાએ જણાવ્યુ઼ હતુ કે પેટ્રોલ-ડિઝલ સાથે ગેસના ભાવમાં પણ જંગી વધારો ઝિંકાયો છે. જેણે મધ્યમ વર્ગની કમર ભાંગી નાખી છે. કૃષિ કાયદાના વિરોધમાં સંસદના ચોમાસુ સત્રમાં જબ્બર દેખાવો યોજવાનો નિર્ણય કરાયો છે. જેમાં દેશભરમાંથી ખેડૂતો અને મજદૂરો ઉમટશે.

આ ગ્રામસભામાં ગામડાના લોકોએ અકવાડા ગામ કોર્પોરેશનમાં ભળતા, કોઇ પણ સુવિધા આપ્યા વિના જ 2015થી ઘરવેરા સહિતના બીલો ફટકારવા સામે તથા નવી ટીપી સ્કિમ દાખલ કરી ખેડૂતોની 40 ટકા જમીન હડપ કરવાની કાર્યવાહી સામે ભારે રોષ વ્યક્ત કરાયો હતો. શેત્રુંજી કેનાલના પાણી અકવાડા, અવાણીયા, ભુતેશ્વરને ન અપાતું હોય તે માટે પણ રોષ વ્યક્ત કરાયો હતો. આગામી દિવસોમાં આ પ્રશ્ન બાબતે પણ રજૂઆત કર્યા બાદ કોઇ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...