તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વલ્લભીપુર તાલુકા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં વિનુ વઘાસીયા અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિજેતા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 2 બેઠકો માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા

વલ્લભીપુર તાલુકાની જમીન વિકાસ બેંકની ચૂંટણી શુક્રવારે વલ્લભીપુર ખાતે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લાની 2 બેઠકો માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં વઘાસીયા વિનુભાઈ કુંવરજીભાઇ તથા ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ વિજેતા જાહેર થયા હતા.

વાઘેશ્વરી માતાના મંદિરે સવારથી બેલેટ પેપરથી ચાલુ થયેલું મતદાન સાંજે પૂર્ણ થયું હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ થયેલી મતગણતરીમાં વિજેતા ઉમેદવારની ઘોષણા કરવામાં આવી હતી આ વિજેતા જાહેર થતા જ ચૂંટણી સંપન્ન થઈ હતી. તાલુકાની 4 બેઠકો માટે 8 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જેમાંથી રશ્મિનકુમાર વિનુભાઈ વઘાસિયા, રાજુભાઇ વાઘજીભાઈ સોલંકી, ચંદ્રસિંહ દાદભા ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ વિજેતા જાહેર થયા હતા.

જિલ્લા તથા તાલુકાની મળીને કુલ 6 બેઠકો માટે કુલ 2529 ખેડૂત ખાતેદારો મતદાતા તરીકે નોંધાયેલા છે. જે પૈકી આશરે 1500 મતદારો હયાત ન હોય 1029 મતદારોમાંથી કુલ 492 ખેડૂતોએ મતદાન કર્યું હતું. આમ કુલ મતદાન માત્ર 19.45 ટકા રહ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ તાલુકા તથા જિલ્લા એમ બન્ને બેઠકો પરથી ચૂંટાયા હોય તાલુકા પ્રતિનિધિ તરીકે બેઠક છોડશે અને જિલ્લા સભ્ય તરીકે બેઠક જાળવી રાખશે તેવું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો