બે મહિનામાં બીજી ઘટના:મહુવાના દરિયાકાંઠા નજીક સિંહનો મૃતદેહ મળ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે મહિનામાં સિંહના મોતની બીજી ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત
  • ખરેડ-ગઢડા વિસ્તારમાં પવનચક્કી નજીકથી મૃતદેહનો વન વિભાગે કબજો સંભાળ્યો

મહુવાના કંઠાળ વિસ્તારમાંથી ગઇકાલે સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે અને કયારેક તો આ વન્ય પ્રાણીઓ પશુઓ પર જીવલેણ હુમલા કરતા હોવાના પણ બનાવો બનતા હોય છે. સિંહ કે દિપડાના હુમલાથી કયારેક પશુઓના મોત નિપજ્યા હોવાની પણ ઘટના બની છે ત્યારે ખુદ સિંહનો જ મૃતદેહ મળતા સિંહના મોતનું કારણ જાણવા વન વિભાગ મથામણ કરી રહયું છે.

વનવિભાગે તપાસ હાથ ધરી
ગઇકાલે મંગળવારે સાંજના સમયે મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક સિંહનો મૃતદેહ હોવાની વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહનો મૃતદેહનો કબજો સંભાળી મોતનું કારણ મેળવવા તપાસની ગતિવિધી હાથ ધરી હતી.જો કે આ નરસિંહનું કયારે ? કેવી રીતે ? મૃત્યુ થયુ઼ તેનુ સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળે સિંહના મૃતદેહ પાસે વન વિભાગના સ્ટાફની અછતના કારણે પુરતી સંખ્યા હાજર ન હોય ગ્રામજનોની પણ મદદ લેવી પડી હતી.છેલ્લા બે મહિનામાં જ સિંહના મોતની આ બીજી ઘટના બનતા જીવદયા-પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત બન્યા છે અને વનવિભાગ સિહોની પુરતી કાળજી ન લેતુ હોવાનો બળાપો કાઢી રહ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી મોતનું કારણ જાણી શકાય
મંગળવારે સાંજે ખરેડ -ગઢડા વિસ્તારમાંથી સાંજના સમયે સિંહનો મૃતદેહ પડયો હોવાના સમાચાર મળતા અમારા લાઇડલાઇફ વન્ય પ્રાણી રેન્જની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સિંહનો મૃતદેહનો કબજો સંભાળી બાબરકોટ વાઇડલાઇફ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.પોસ્ટમોટમનો એકાદ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ એફએસએલમાં સેમ્પલ મોકલાશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ સિંહના મોતનું સાચુ કારણ જાણી શકાય. બાકી અત્યારે કારણ આપી ન શકાય. - સંજય ભરવાડ, (વાઇડલાઇફ) વન્ય પ્રાણી રેન્જ, મહુવા

અન્ય સમાચારો પણ છે...