સુવિધા:વલભીપુરની ગ્રામ પંચાયતોને કચરો લેવા માટે ઈ-રીક્ષાઓ અપાઇ

વલભીપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ગામોમાં સ્વચ્છતા માટે ઉભી કરવામાં આવી સુવિધા
  • ગ્રામજનો હવે ડોર ટુ ડોર ગાડીમાં કચરાનો નિકાલ કરી શકશે

વલભીપુર તાલુકામાં ડોર ટુ ટોર કચરો લઇ જવા માટે ઇ-રીક્ષાઓ આપવામાં આવી હતી જેથી ગામોમાં કયાંય કચરો જોવા નહીં મળે અને લોકો ડોર ટુ ડોર આવતી ગાડીમાંજ કચરાનો નિકાલ કરશે. વલભીપુર તાલુકાના આઠ ગામડાઓની ગ્રામ પંચાયતને ગામની સ્વચ્છતા માટે ડોર ડોર કચરો લઇ જવા માટેની સી.એન.જી.ઈ-રીક્ષાઓ ધારાસભ્ય આત્મારામ પરમારના હસ્તે સરપંચોને સોંપવામાં આવી હતી.

તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની કામગીરી પણ સ્થળ ઉપર હાથ ધરવામાં આવી હતી.ગંભિરસિંહજી હાઈસ્કુલના મેદાનમાં યોજાયેલ એક કાર્યક્રમ તાલુકા પ્રમુખ અજીતસિંહ ગોહિલ,શહેર પ્રમુખ નીતીનભાઇ ગુજરાતી,તાલુકા પ્રમુખ પદુભા ગોહિલ સહિતના અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહેલ.

અન્ય સમાચારો પણ છે...