• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Viewers Of Bhavnagar Are Not Only Amateurs But Also Art Connoisseurs. Paresh Bhatt Who Played The Role Of Sanjay In Anupama Serial Is From Bhavnagar.

મુલાકાત:ભાવનગરના દર્શકો માત્ર કલાપ્રેમી જ નહીં કલા પારખુ છે, અનુપમા સિરીયલમાં સંજયનો રોલ ભજવનાર પરેશ ભટ્ટ ભાવનગરના છે

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સ્થિત પરેશ ભટ્ટનો પરિવાર ભુપેન્દ્રભાઈ, જ્યોત્સનાબેન અને હેમલ - Divya Bhaskar
ભાવનગર સ્થિત પરેશ ભટ્ટનો પરિવાર ભુપેન્દ્રભાઈ, જ્યોત્સનાબેન અને હેમલ

“ભાવનગરની જનતા માત્ર કલાપ્રેમી જ નહીં પારખુ પણ છે અને નાટકના કલાકારોને ભાવનગરમાં જે પ્રોત્સાહન મળે છે. તે અદ્ભુત છે અભિનયનું ક્ષેત્ર હોય કે બીજા ગમે તે ક્ષેત્ર હોય સફળતા માટે તમારી પાસે કૈશલ્ય હોવું અને સખ્ત મહેનત કરવી જરૂરી છે. ” તમે અનુપમ સીરીયલમાં સંજયજીજુનો રોલ ભજવનાર પરેશ ભટ્ટે જણાવ્યું હતું. મુળ ભાવનગરના વતની અને હાલ હીન્દી ટી.વી.સિરીયલ અનુપમામાં સંજયનો રોલ કરનાર પરેશભટ્ટ રવિવારે ભાવનગરમાં ‘આટલી બાટલી ફુટલી’ નાટકમાં પરફોમન્સ આપ્યા બાદ ઉપર મુજબ જણાવ્યું હતું

ભાવનગરના યુકો બેન્કના નિવૃત અધિકારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ અને જ્યોત્સનાબેનના પુત્ર તથા આર્કિટેક હેમલ ભટ્ટના ભાઇ પરેશ ભટ્ટે અભ્યાસ ભાવનગરની સાયન્સ કોલેજમાં કર્યા બાદ અભિનય ક્ષેત્રમાં સંઘર્ષ કરી હાલ ટેલીવુડ અને નાટકોની દુનિયામાં એક મહત્વનું સ્થાન બનાવ્યું છે. ભાવનગરમાં એન્કર ગૃપ ભુપત સાટીયા આયોજીત આ નાટકના સફળ શો બાદ નાટકના લેખક નિમેશ શાહે જણાવ્યું હતું કે, કોમેડી અને કરૂણાસભર આ નાટક દ્વારા વિકલાંગોને સમાજમાં માનભર્યું સ્થાન મળે તે નાટકનો હેતું હેતુ છે. ભાવનગરના મેઘાણી હોલ ખાતે આ નાટકમાં ત્રણ સીનને તો પ્રેક્ષકોના વન્સમોરના આગ્રહને કારણે કલાકારોએ ફરી ભજવ્યા હતા.

વિકલાંગ યુવતીના પાત્રમાં રીતીકા શાહે જાન રેડી સૌ પ્રેક્ષકોને રડાવી દીધા
‘આટલી બાટલી ફુટલી’ નાટકમાં વિકલાંગ યુવતીનો રોલ ભજવનાર રીતીકા શાહ મુળ કચ્છ-ભુજના છે. ‘ઉડાન’ નામની સંસ્થામાં કામ કરતા તેમણે વિકલાંગોની સેવા કરી હતી. જેને કારણે આ નાટકમાં વિકલાંગ દિકરીનું પાત્ર આબેહુબ ભજવી પ્રેક્ષકોને રડાવી દીધા હતા. નાટકના નિર્માતા નિમેષ શાહે ભાવનગરમાં ફરી આ નાટકનો શો લાવવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...