બનાવનું સાચું કારણ શું?:ભાવનગરમાં પાલિતાણામાં જાહેરમાં સળગી રહેલી યુવતીનો વીડિયો વાઈરલ, દાઝી ગયેલી યુવતીને સારવાર માટે ખસેડાઈ

ભાવનગર5 મહિનો પહેલા
  • બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરના પાલિતાણામાં એક સળગી રહેલી યુવતીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. શહેરના શક્તિનગર વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને સારવાર માટે ખસેડવામા આવી છે. પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પાલિતાણા શહેરમાં શક્તિનગર વિસ્તારમાં એક યુવતી જીવતી સળગતી હોય એવો વિડિયો વાઇરલ થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર પાલીતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં નીતાબેન જયંતીભાઈ સરવૈયા નામના યુવતી સળગી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગંભીર રીતે દાઝી ગયેલા યુવતીને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામા આવી નથી. પાલિતાણા પોલીસે બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...