તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી નુંપરિણામ:ભાવનગર કેમિસ્ટ એસોસિયેશનની ચૂંટણીમાં સમર્પણ પેનલનો વિજય

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર કેમિસ્ટ એસોસીએશનની વર્ષ 2021-24 માટેની ચૂંટણી જૈન ભુવન ખાતે શાંતિ ભર્યા વાતાવરણમાં યોજાઇ હતી જેમાં સમર્પણ પેનલનો શાનદાર વિજય થયો હતો. કુલ 24 બેઠકમાંથી સમર્પણ પેનલના ઉમેદવારોએ 23 બેઠક પર વિજય મેળવ્યો હતો. ભાવનગર કેમિસ્ટ એસોસીએશનની યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 360 મતદારો પૈકી 341 સભ્યોએ મતદાન કર્યું હતું. 24 કારોબારી સભ્યોને ચૂંટવાના હતા. આ ચૂંટણીમાં સમર્પણ પેનલ, વિશ્વાસ પેનલ તથા કોમરેડ ગ્રુપ પ્રેરિત પરિવર્તન પેનલ એમ ત્રણ પેનલ દ્વારા ખરાખરીનો જંગ જામ્યો હતો.

મતગણતરી રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી અને તમામ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરતાં સમર્પણ પેનલના 23 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થયો હતો. કુલ 24 બેઠકમાંથી 23 બેઠક સમર્પણ પેનલના ફાળે ગઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે સમીરભાઈ જાદવ, બીપીનભાઈ જોશી તથા સિદ્દીક લાખાણીએ કામગીરી બજાવી હતી. સમગ્ર ચૂંટણી કાર્ય શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું તેમ જિલ્લા પ્રમુખ પ્રદીપભાઈ મહેતાએ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો