સંભાવના:વિભાવરીબેનને કેબિનેટ, વાઘાણીને મંત્રીની મહોર લાગે તેવી શકયતા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જીતુ વાઘાણી - Divya Bhaskar
જીતુ વાઘાણી
  • મંત્રી તરીકે શપથ ગ્રહણ કરે ત્યારે જ શકયતા પર પૂર્ણવિરામ
  • મોસ્ટ સિનિયર કેશુભાઈ અને સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં પક્કડ જમાવતા આત્મારામ પરમારને મંત્રી મંડળમાં સ્થાનની સંભાવના

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બદલાતા ભાવનગરના રાજકારણમાં પણ ધરખમ ફેરફારોની શક્યતા ચર્ચાઈ રહી છે. આવતીકાલે નવનિયુક્ત મુખ્યમંત્રીની હેઠળ નવા મંત્રીમંડળની પણ થનાર રચનામાં ભાવનગરના ધારાસભ્યોનો સમાવેશ થવાની રાજકીય વર્તુળોને આશા વર્તાય રહી છે.

ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી સાથે નવા મંત્રીમંડળની પણ રચના થનાર છે. ભાવનગરના બે ધારાસભ્યોનો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થયો હતો. વિભાવરીબેન દવે અને પરસોત્તમભાઈ સોલંકીને રાજયકક્ષાના મંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સ્થાન અપાયો હતો. નવનિયુક્ત ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંભવતઃ આવતીકાલે નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવનાર છે તેમાં ભાવનગર જિલ્લામાંથી પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી પકક્ડ જમ આવેલા આત્મારામભાઈ પરમાર તેમજ મોસ્ટ સિનિયર કેશુભાઈ નાકરાણી અને કોળી સમાજમાંથી સમાવેશ થાય તો પરશોતમભાઈ સોલંકી અને આર.સી.મકવાણાને મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેવી રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

જ્યારે ભાવનગર જિલ્લામાં એકમાત્ર મહિલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેને કેબિનેટમાં સ્થાન આપવામાં આવે તેવી પણ એક સંભાવના ઉભી થઈ છે. જોકે નરેન્દ્ર મોદીના શાસનમાં રાજકીય નિષ્ણાતોના પણ અંદાજ ખોટા પડ્યા છે. જેથી મંત્રી તરીકે શપથ લેવાય ત્યાં સુધી માત્ર શક્યતા જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...