તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વિભાવરીબેન દ્વારા સરકારી શાળાના 9,000 બાળકોને બુક અર્પણ કરાઈ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ

રાજ્ય મંત્રી અને ભાવનગર પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા વિકાસ સપ્તાહના ચોથા દિવસે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાવરીબેન દવે દ્વારા જાહેર કાર્યક્રમોમાં સન્માન અર્થે આપવામા આવતા બુકેના બદલે બુક લેવાની અનોખી પહેલ શરૂ કરવામા આવી હતી. છે. આજે એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી દ્વારા એકત્રિત થયેલ નોટબુક સરકારી શાળાના 28 આચાર્યોને પ્રતીક રૂપે અર્પણ કરાઈ હતી જેનો લાભ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.

શહેરની એ.વી.સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ગાંધીનગરથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યાં હતા અને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં આપવામાં આવતા બુકે થોડા સમય પછી કચરામાં ફેંકી દેવાતા ત્યારે નોટ બુકે બટ નોટબુકનો વિચાર આવ્યો. જે આજે અનેક જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઇ રહ્યો છે.પુસ્તકો, યુનિફોર્મ જેવી સુવિધાઓ સરકાર તરફથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે આ પહેલ થકી બાળકોને નોટબુક પણ વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે.

કાલે પણ બીજો આ જ રીતે કાર્યક્રમ થાશે 11 વાગે વાલકેટ ગેટ પર નવી બે પ્રાથમિક શાળા નો પ્રારંભ થશે. નવી બે માધ્યમિક શાળા પૂર્વ વિસ્તારમાં લાવવામાં સફળતા શિક્ષણ મંત્રી તરીકે શહેરના બાળકોને મેળવી શકાઈ એક જ વિસ્તારમાં સરકારી બે શાળા એક સાથે મંજુર પહેલી વાર કરાઈ.

અન્ય સમાચારો પણ છે...