તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરાશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 13 વોર્ડ, 52 બેઠક, 493 ઉમેદવારીપત્ર
 • ચૂંટણીમાં કાલે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી તા.1 ફેબ્રુઆરીને સોમવારથી ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાનો આરંભ થયા બાદ ગઇ કાઇ તા.6 ફેબ્રુઆરી સુધી એટલે કે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં આ શહેરમાં 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે કુલ 493 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. હવે ઉમેદવારી પત્ર આગામી તા. 8 મીએ ચકાસણી કર્યા બાદ 9મી ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 52 બેઠકો માટે 493 ઉમેદવારોએ ફોર્મ ભરતા એક બેઠક પર સરેરાશ 9.5 ઉમેદવારી ફોર્મ હાલ તુરત નોંધાયા છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ગઇ કાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. શનિવારે એક જ દિવસે 272 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કોર્પોરેશનની ચુંટણી માટે મુખ્ય રાજકીય પક્ષ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસે 86 ફોર્મ ઉપડ્યા હતા. જેથી 6 ફેબ્રુઆરી સુધીમાં કુલ 1114 ફોર્મ લીધા હતા. જ્યારે શનિવારે 272 ઉમેદવારી ફોર્મ ભરાતા કુલ 493 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. હવે ઉમેદવારી પત્ર આગામી તા. 8 મીએ ચકાસણી કર્યા બાદ 9મી ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો