ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા છ સ્થળોએ વેન્ડર ઝોન ઉભા કરવામાં આવ્યા છે જે સુવિધા આગામી 20 મી માર્ચને સોમવારથી વિના મૂલ્ય શરૂ કરવામાં આવશે. જેમાં તદ્દન હંગામી વહેલા તે પહેલાના ધોરણે લારી ધારકો ફેરીયાઓને વ્યવસાય માટે ઊભા રહેવા દેવામાં આવશે.
શહેરના સંસ્કાર મંડળ પાસે દીપક હોલની આગળની જગ્યા, સિંધુનગર સર્કલ પાસે જોગસ પાર્ક પાસેની જગ્યા, રામ મંત્ર મંદિર સામે પેટ્રોલ પંપ પાછળની ખુલ્લી જગ્યા, ગંગાજળિયા તળાવ પાર્કિંગની બાજુમાં, ગંગાજળિયા તળાવ દૂધ સેપરેશન દુકાન પાછળ અનેક ગોગા સર્કલથી છાપરું હોલ વાળા રોડ પર કોર્પોરેશન દ્વારા વેન્ડર ઝોનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો પ્રારંભ સોમવારથી કરવામાં આવશે. સવારે સાતથી સાંજે સાત સુધી તમામ લારી ધારકો ફેરિયાઓ તેમજ સાંજે 7 થી રાત્રિના 12 સુધી ફક્ત ખાણીપીણીના લારી ધારકો ફેરિયાઓ ધંધો કરી શકશે.
કોર્પોરેશન દ્વારા સ્થળ પર સફાઈ માટે પણ જે તે લારી ધારક ફેરિયાએ ડસ્ટબીન સહિતની વ્યવસ્થા કરવા તેમજ સ્થળ પર માર્કિંગ કર્યા સિવાયની જગ્યા કે બહાર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ધંધો નહીં કરવા તાકીદ કરી છે.આમ ભાવનગર શહેરમાં એકતરફ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ જુદા જુદા છ સ્થળોએ વેન્ડર ઝોન તા.20 માર્ચને સોમવારથી વિનામૂલ્યે કાર્યરત કરવામાં આવશે અને લારી ધારકો અને ફેરીયાઓને વહેલો તે પહેલાના ધોરણે વ્યવસાય માટે ઉભા રહેવા દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.