તંત્ર દ્વારા નિર્ણય:આજથી મુખ્ય બજારના માર્ગોમાં વાહન પ્રવેશબંધી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારોમાં બજારોમાં ખરીદીનો ધસારો રહેતો હોય તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

આગામી તા.22 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન દિવાળી અને નુતનવર્ષનાં તહેવાર નિમિત્તે ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ધસારો થવાની સંભાવના હોય, જેનાં અનુસંધાને ટ્રાફિકનું નિયમન કરવાની જરૂર જણાતાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે શહેરનાં ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી ખારગેટ સુધીનો રસ્તો બન્ને તરફ, શેલારશા ચોકથી હેરીસ રોડ સુધી બન્ને તરફ, બાર્ટન લાઈબ્રેરીથી વોરાબજારથી ગોળબજાર સુધી બન્ને તરફ, હેવમોર ચોકથી ગંગાજળીયા તળાવ થી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, હલુરિયા ચોકથી હાઈકોર્ટ રોડથી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, હલુરીયા ચોક પીરછલ્લા રોડથી ટી.બી.જૈન ગર્લ્સ હાઈસ્કુલ સુધી બન્ને તરફ, જમાદાર શેરીથી મેઇન બજારનાં નાકા સુધી બંન્ને તરફ કોઇપણ જાતનાં ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે.

આ તમામ રસ્તાઓ પર બપોરના 2 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. મહેસુલ, પંચાયત, હોસ્પિટલ, વીજળી, ફાયરબ્રિગેડ,પોસ્ટલ વાહનો, ડેરી વાહનો, પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મિડીયા વગેરે જેવી આવશ્યક સેવાઓને, સંબંધિત સ્ટાફને આ જાહેરનામું લાગુ પડશે નહી.

અન્ય સમાચારો પણ છે...