તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ભાવનગરમાં ફિટનેસ સર્ટિફિકેટ વિના દોડી રહેલા વાહનો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CPI અને ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી ઠપ્પ થતા હેરાનગતિ
  • HP રદ્દ કરવાના ફોર્મમાં કોઇ જોગવાઇ નહીં છતા તંત્રની ઘરની ધોરાજી

સરકારી વિભાગો દ્વારા એક તરફ નિયમો ઘડવામાં આવે છે, પરંતુ સમયસર તેનું જોગવાઇ પ્રમાણે પોતે જ પાલન કરાતુ નહીં હોવાથી વિના કારણ અરજદારોને હેરાનગતિનો ભોગ બનવું પડી રહ્યું છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કરવામાં આવતી વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની કામગીરી છેલ્લા એક માસથી ખોટકે ચડી હોવાથી પ્રમાણપત્રો ઇશ્યુ કરવામાં આવતા નથી તેથી ફિટનેસ સર્ટિ. વિનાના વાહનો રોડ પર દોડી રહ્યા છે.

સીપીઆઇ, વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટેની નિયત ફી ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં સ્વીકારવામાં આવે છે, બાદમાં સંબંધિત અધિકારી દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવે છે અને નિયમ મુજબ હોય તો પ્રમાણિત કરાય છે. અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવી રહ્યો નથી.

ડીજીટલ ઇન્ડીયાના અનુકરણ વચ્ચે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ફાળવવા માટે અરજદારોના પગના તળીયા કચેરીએ ધક્કા ખાઇ ખાઇને ઘસાય જાય છે.ગંભીર બાબત એ છે કે જે વાહન ચાલકે ફિટનેસ સર્ટિફિકેટ માટે નાણા ભરી અરજી કરી હોય તેઓને સમય મર્યાદામાં પ્રમાણિત કરવામાં ન આવે અને તે સમયગાળામાં જ જો વાહનનો અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? આવા કિસ્સામાં વીમાની રકમની ચૂકવણીમાં પણ કાનુની અડચણો ઉભી થઇ શકે તેમ છે. ઉપરાંત એચ.પી. રદ્દ કરવા માટેના ફોર્મ નં.35માં મુદ્દત અંગેની કોઇ જોગવાઇ નહીં હોવા છતા અધિકારીઓ દ્વારા ઘરની ધોરાજી ચલાવવામાં આવે છે અને અરજદારોની હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

નવી અેપ્લિકેશન છે, થોડા સમયમાં થઇ જશે
સીપીઆઇ અને ફિટનેસ ઇશ્યુ કરવાની કામગીરી માટેની એપ્લિકેશન નવી છે, છ ફોટા પાડવાના હોય છે, ઇન્સપેક્ટરને 500 મીટરની અંદર કામગીરી કરવાની હોય છે. સમગ્ર સીસ્ટમ નવી છે એટલે ક્યાંક વાર લાગી રહી હશે, છતા અરજદારોને હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રખાશે. > ડી.એચ.યાદવ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...