ડેવલપમેન્ટ:વ્હિકલ સ્ક્રેપ યાર્ડથી જિલ્લામાં સ્ટીલ ઉદ્યોગોનો વિકાસ થશે, રોજગારીની નવી તકો ખુલશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતમાં સ્ટીલ ક્ષેત્રે મોખરાનું સ્થાન બની શકે છે ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉદ્યોગ-ધંધા અને રોજગારીની તાતી જરૂરીયાત છે તેવા અરસામાં અલંગના શિપબ્રેકિંગ અને રી-રોલિંગ મિલના સ્ટીલના વ્યવસાય પર મોટો આધાર રહે છે. હવે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ જિલ્લામાં સ્થપાવા જઇ રહ્યા છે ત્યારે 150 જેટલા ફરનેસ, રી-રોલિંગ પ્લાન્ટ ઉપરાંત વધુ સ્ટીલ આધારીત ઉદ્યોગો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે.ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહન સ્ક્રેપિંગ પોલિસીનો ગુજરાતમાં અમલ હવે થવા જઇ રહ્યો છે. ગુજરાત સરકાર વિગતોને આખરી ઓપ આપી રહી છે અને આ સંબંધમાં ટૂંક સમયમાં જી.આર. બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ભાવનગરમાં 80 એકમો છે જે ઇન્ડક્શન ફર્નેસ ચલાવે છે અને 60-65 સ્ટીલ રી-રોલિંગ મિલો છે જે હાલમાં નિષ્ક્રિય જહાજોમાંથી બચાવેલા ભંગારને રિસાયકલ કરે છે. આ તમામને કાચા માલ તરીકે સ્ક્રેપની જરૂરીયાત રહે છે, હાલ તેઓ અલંગના જહાજોનો સ્ક્રેપ ઉપયોગ કરી રહ્યા છે, અને તેમાં ઘટ પડતા અન્ય શહેરો, રાજ્યો અને ક્યારેક સ્ક્રેપની આયાત પણ કરે છે.અત્યાર સુધીમાં, રાજ્ય સરકારને સ્ક્રેપિંગ કેન્દ્રો સ્થાપવા માટે ત્રણ દરખાસ્તો મળી છે, બે ખેડામાંથી અને એક ભાવનગરમાંથી . અગાઉ, સાત કંપનીઓએ રસ દર્શાવ્યો હતો પરંતુ કોઈએ નક્કર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.

ભાવનગરમાં પણ 80 એકમો છે જે ઇન્ડક્શન ફર્નેસ ચલાવે છે અને 60-65 સ્ટીલ રી-રોલિંગ મિલો છે જે હાલમાં નિષ્ક્રિય જહાજોમાંથી બચાવેલા ભંગારને રિસાયકલ કરે છે. રાજ્યમાં 41 લાખથી વધુ જૂના વાહનો રાજ્યમાં 41.20 લાખ વાહનો એવા છે જે 15 વર્ષથી વધુ જૂના છે. તેમાંથી સૌથી વધુ 20.56 લાખ અમદાવાદના છે. કોમર્શિયલ વાહનો માટેની સ્ક્રેપ નીતિ 1 એપ્રિલ, 2023થી અને બિન-વાણિજ્યિક વાહનો માટે 1 જૂન, 2024થી અમલમાં આવશે.

પરંતુ ભાવનગર જિલ્લામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપનાથી જંગી જથ્થામાં સ્ક્રેપ ઉપલબ્ધ બની શકશે. સ્ટીલ ઉદ્યોગ ઉપરાંત અન્ય મેટલના ઉદ્યોગો માટે પણ જિલ્લામાં ઉજળી તકો બની શકે છે. રાજ્યના પરિવહન પ્રધાન પૂર્ણેશ મોદીએ નીતિના અમલીકરણ અંગે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પરિવહન વિભાગે ફાઈલ નાણા વિભાગને મોકલી છે જે તેને ક્લિયર કરશે અને પછી તેને અંતિમ મંજૂરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલશે. ફિટનેસ ટેસ્ટિંગ અને અન્ય મુદ્દાઓ માટેના દરો પર કામ કરવામાં આવી રહ્યું છે.

...તો કાચા માલની સમસ્યા હળવી બને
ભાવનગર જિલ્લામાં આવી રહેલા વ્હિકલ સ્ક્રેપ યાર્ડને કારણે રોજગારીની નવી તકો તો ઉપલબ્ધ બનશે ઉપરાંત જિલ્લામાં સ્ટીલ આધારીત ઉદ્યોગો માટે કાચા માલની સમસ્યાઓ હળવી બની શકે છે, આનુષંગિક ઉદયોગો, ઉપરાંત નવા ઉદ્યોગો માટે પણ તકો ખુલી શકે છે. - હરેશભાઇ પટેલ, પ્રમુખ, સિહોર સ્ટીલ રી-રોલિંગ મિલ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...