રક્તદાન કેમ્પ:વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ થેલેસીમિયા ડે નિમિતે થેલેસીમિયાગ્રસ્તના લાભાર્થે રક્તદાન કેમ્પ

સમગ્ર વિશ્વમાં માનવતાવાદી સેવા કરતી સંસ્થા રેડક્રોસ દિવસ ની વિશ્વ માં 8 મે ના રોજ ઉજવણી કરવા માં આવે છે સાથે વિશ્વ માં થેલેસીમિયા ડે ની ઉજવણી પણ કરવા માં આવે છે જે નિમિતે રેડક્રોસ ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ હતું.

રેડક્રોસ ડે નિમિતે રેડક્રોસ ફ્લેગ હોસ્ટિંગ અને રાષ્ટ્રગાન નો કાર્યક્રમમાં જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ઉપસ્થિત રહ્યા હતા તેમણે રેડક્રોસની માનવતાવાદી સેવાઓને બિરદાવી હતી, ત્યારબાદ જનજાગૃતિ પત્રિકા વિતરણ, થેલેસીમિયા ડે નિમિતે તે બાળકોનું જીવન જ રક્ત મેળવી ને ચાલી રહ્યું હોય એવા થેલેસીમિયાના બાળકો ના લાભાર્થે રક્તદાન શિબિર યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યા માં રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.

થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને હેલ્થ કેર એટેન્ડન્ટ ના બહેનો સાથે રમત ગમત અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજવા માં આવેલ જેનું સંચાલન પરેશભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, અને હાલમાં ગરમી ના સમયમાં છાશ અને ઓ.આર.એસ ના પેકેટ નું વિતરણ જરૂરિયાતમંદ વિસ્તાર અને લેપ્રસિ કોલોની અને રેડક્રોસ ભવન ખાતે કરવા માં આવ્યું હતું.

આ પ્રસંગે રેડક્રોસ ના ચેરમેન ડો.મિલન દવે, વા.ચેરમેન સુમિત ઠકકર, મંત્રી વર્ષાબેન લાલાણી, પરેશભાઈ ભટ્ટી, મહેશભાઈ ચુડાસમા, કાર્તિકભાઈ દવે, મધવભાઈ મજીઠિયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...