ભાજપના નેતાની દાદાગીરી:વલ્લભીપુર તાલુકા ભાજપના પ્રમુખે મદદનીશ મહિલા ઈજનેર પર હુમલો કરી ગળું દબાવ્યું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઈજનેર મહિલાએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા ભારે ચકચાર મચી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતાં વિકાસલક્ષી કામ અટકાવવા મુદ્દે તાલુકા ભાજપ પ્રમુખ અને મદદનીશ ઈજનેર વચ્ચે થયેલ ગરમા-ગરમીમાં પ્રમુખે પોતાની ગરીમા નેવે મૂકી મહિલા ઈજનેર પર હુમલો કરી ગળું દબાવવાની કોશિષ કરતાં સહકર્મીઓએ મહિલા ઈજનેરને છોડાવી હતી. જે અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં મહિલા ઈજનેરે પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ નજીક મેઘદૂત સોસાયટીમાં રહેતી અને વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમાં મદદનીશ ઈજનેર બાંધકામ શાખામાં ફરજ બજાવતી નિલમ મુનાફભાઈ કાઝી ઉ.વ.27એ વલ્લભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પદુભા ગોહિલે કચેરીમાં આવી મહિલાકર્મીને જણાવેલ કે રામપર ગામે એ.ટી.વી.ટી યોજના અંતર્ગત પાણીની લાઈનનુ કામ રદ્દ કરી નાંખો. આથી મહિલાએ જણાવેલ કે આ કામનું એગ્રીમેન્ટ જુના રામપર ગ્રામપંચાયતે અને તાલુકા પંચાયતે કરી નાંખેલ છે અને આ કામનો વર્ક ઓર્ડર ગ્રામપંચાયત ને અપાઈ ગયેલ છે જેથી કામ શરૂ છે કે નહીં તે બાબતે ગ્રામપંચાયતને લેખિત જાણ કરી જો કામ શરૂ થયેલ ન હોય તો એટીવીટીની બેઠકમાં આ કામ રદ્દ થાય તેમ જણાવ્યું હતું.

ઉશ્કેરાયેલા પ્રમુખે ઉંચા અવાજે દલીલો કરતાં મહિલાએ શાંતિથી વાત કરવા જણાવતાં ઉશ્કેરાયેલા પ્રમુખે 'વાત ઉંચા અવાજે જ થશે તારે થાય તે કરીલે' તેમ જણાવી તું કારો કરતાં મહિલાએ તું કારો ન કરવા જણાવતાં પ્રમુખે મહિલાનું ગળું તાલુકા વિકાસ અધિકારી તથા કંથારીયા ગામના સરપંચ ની હાજરીમાં પકડતાં કર્મીઓએ પ્રમુખના કબ્જા માથી મહિલાને છોડાવી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે મહિલાએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ હુમલો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રમુખ પદુભા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...