તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગવું આયોજન:વલ્લભીપુરની રેફરલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે એક ફાયર બ્રાઉઝર સ્ટેન્ડબાય રાખ્યું

ભાવનગર12 દિવસ પહેલા
 • ભરૂચની કોવિડ કેર હોસ્પિટલમાં આગના બનાવ બાદ વલ્લભીપુર તંત્ર જાગ્યું

ભરૂચ સ્થિત પટેલ રેફરલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં લાગેલી આગમાં 18 જિંદગી હોમાઈ ગઈ છે. હજુ ગંભીર હાલતમાં રહેલા અમુક દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. ત્યારે વલ્લભીપુર તંત્ર પણ આવા બનાવોને રોકવા સફાળુ જાગ્યું છે. ત્યારે વલ્લભીપુરની રેફરલ હોસ્પિટલે પણ તકેદારીના ભાગરૂપે એક ફાયર બ્રાઉઝર સ્ટેન્ડબાય રાખ્યું છે.

તકેદારીના ભાગરૂપે એક ફાયર બ્રાઉઝર સ્ટેન્ડબાય રાખ્યું

કોવિડ કેર સેન્ટરમાં આગ લાગવાના બનાવો દેશના વિવિધ રાજ્યોમાં ચિંતાજનક સ્તરે વધતા જાય છે. શુક્રવારે મોડી રાત્રે ભરૂચ સ્થિત કોવિડ હોસ્પિટલમાં આગના બનાવને લઈને રાજ્યમાં તમામ હોસ્પિટલોમાં અગમચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે. ત્યારે વલ્લભીપુરની રેફરલ હોસ્પિટલે પણ તકેદારીના ભાગરૂપે એક ફાયર બ્રાઉઝર સ્ટેન્ડબાય રાખ્યું છે.

સ્થાનિકો પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યાં છે

શનિવારે સવારે જ હોસ્પિટલમાં ફાયર બ્રાઉઝર સ્ટેન્ડબાય કરી દેવામાં આવ્યું હતું. મોડી સાંજે નાયબ કલેકટરે વલ્લભીપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ એક ફાયર બ્રાઉઝર હોસ્પિટલે ચોવીસે કલાક સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત આકસ્મિક ઘટનાને કાબુમાં લેવા માટે ફાયર વિભાગ તરફથી શનિવારે હોસ્પિટલનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. જેમાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ અને ફાયર અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં. આમ વલ્લભીપુર નગરપાલિકા દ્વારા અગમચેતીના તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં હોય સ્થાનિકો પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો