• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Vallabhipur Receives 3 And 1 4 Inches Of Rain In Umrala, Shetrunji Dam Level Rises To 30.9 Feet: Total Rainfall In The District Stands At 77 Percent

ભાદરવો ભરપૂર:વલ્લભીપુરમાં 3 અને ઉમરાળામાં સવા ઇંચ વરસાદ, જિલ્લામાં કુલ વરસાદ 77 ટકા થઇ ગયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગગનભેદી વીજ કડાકા અને તોફાની પવન સાથે ભાવનગર
  • સિહોર અને ગારિયાધારમાં પણ મેઘમહેર​​​​​​​
  • શેત્રુંજી ડેમની સપાટી વધીને 30.9 ફૂટ:

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો અને વલ્લભીપુર તથા ઉમરાળામાં ગગનભેદી વીજ કડાકા અને પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો જ્યારે સિહોરમાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર અને ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે રાત્રીના સમયે જ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં ભાદરવામાં હવે કડાકા-ભડાકા સાથે રોજ હેલી સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. આ તોફાની વરસાદને લીધે વીજળી ગુલ થઇ જાય છે તેમજ આકાશમાં વીજળીના તેજ લિસોટા ચમકતા જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં આજ રાત સુધીમાં સિઝનનો કુલ વરસાદ 470 મી.મી. થઇ ગયો છે.

જે કુલ વાર્ષિક વરસાદ 617 મી.મી.ના 77 ટકા થઇ ગયો છે. આજે વલભીપુર પંથકમાં સવારથી કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અતિશય પવન અને વીજળીના કડાકા સાથે વલભીપુર પંથકમાં 76 એમએમ વરસાદ વરસી ગયો હતો. આજે રાત સુધીમાં કુલ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉમરાળમાં પણ આજે મેઘરાજાએ મહેરબાન થઇને 32 મી.મી. વરસાદ વરસાવ્યો હતો. જ્યારે સિહોરમાં 16 મી.મી. વરસાદ વરસ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે 5 મી.મી. વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ 519 મી.મી. થઇ ગયો છે. ભાદરવામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા હવે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. આજે રાત્રે શેત્રુંજી ડેમમાં 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ થઇ જતા આ ડેમની સપાટી વધીને 30ઇ9 ફૂટને આંબી ગઇ હતી. 34 ફૂટે આ ડેમ છલકાય છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ ?

તાલુકોકુલ વરસાદઆ વર્ષે વર્ષાટકાવારી
વલ્લભીપુર625 મી.મી.610 મી.મી.97.60 ટકા
ઉમરાળા587 મી.મી.551 મી.મી.93.87 ટકા
સિહોર621 મી.મી.526 મી.મી.84.70 ટકા
ભાવનગર739 મી.મી.519 મી.મી.70.23 ટકા
ગારિયાધાર472 મી.મી.467 મી.મી.98.94 ટકા
ઘોઘા629 મી.મી.273 મી.મી.43.40 ટકા
મહુવા647 મી.મી.715 મી.મી.110.51 ટકા
પાલિતાણા610 મી.મી.360 મી.મી.59.02 ટકા
જેસર668 મી.મી.305 મી.મી.45.66 ટકા
તળાજા580 મી.મી.383 મી.મી.66.03 ટકા

આયોનાઈઝ્ડ કણોના ઘર્ષણથી વીજળીના કડાકા થાય છે
ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ (સીબી ક્લાઉડની સ્થિતિમાં મોટેભાગે થંડરસ્ટોર્મ આવતું હોય છે. આ વાદળ 20 હજાર ફૂટથી ઓછી ઊંચાઈ રચાતા હોવાથી અન્ય વરસાદી વાદળોની સરખામણીએ ધરતીથી નજીક હોય છે. વધારામાં સીબી ક્લાઉડમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ કારણે જ આ પ્રકારના વાદળ થંડર હેડ તરીકે ઓળખાય છે. વાદળમાં રહેલા આયોનાઈઝ્ડ કણો એકબીજા સાથે ઘર્ષણમાં આવતા હોવાથી વીજળીના કડાકા બોલે છે.

અન્ય સમાચારો પણ છે...