સોમવારના સારા સમાચાર:ભાવનગર જિલ્લામાં કોરોનામાં 100 ટકા રસીકરણવાળો પ્રથમ તાલુકો વલ્લભીપુર

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજા ડોઝમાં ભાવનગર તાલુકો અવ્વલ
  • જિલ્લાના 10 તાલુકામાં પ્રથમ ડોઝમાં 89.3 ટકા રસીકરણ, સૌથી ઓછું ઉમરાળા તાલુકામાં 74.9 ટકા રસીકરણ

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કોરોના રસીકરણ આગળ ઘપી રહ્યું છે. જેમાં સમગ્ર જિલ્લામાં કુલ 13,46,824 લોકોને રસીકરણનો લક્ષ્યાંક છે તેની સામે કુલ 12,02,474 લોકોને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરાતા ટકાવારી 89.3 ટકા થઇ ગઇ છે. જ્યારે 10 તાલુકામાં સૌ પ્રથમ 100 ટકાથી વધુ રસીકરણ વલ્લભીપુર તાલુકામાં થયું છે.

વલ્લભીપુરમાં 106 ટકા રસીકરણ થઇ ગયું છે.જ્યારે સૌથી ઓછું 74.9 ટકા 77 ટકા રસીકરણ ઉમરાળા તાલુકામાં નોંધાયું છે. બીજા ડોઝમાં સૌથી વધુ 80.9 ટકા રસીકરણ ભાવનગર તાલુકામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર લગભગ શમી ગયો છે. આ માટે કોરોના રસીકરણે અગત્યનો ભાગ ભજવ્યો છે. જિલ્લાના 10 તાલુકામાં પ્રથમ તો રસીકરણ અત્યંત ધીમી ગતિએ થયું પણ હવે ઝડપ પકડી છે. અત્યાર સુધીમાં પ્રથમ ડોઝમાં એકંદરે 89.3 ટકા અને બીજા ડોઝમાં 48.1 ટકા લોકોએ રસી લઇ લીધી છે.

45થી વધુ વયનામાં 114 ટકા રસીકરણ
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 45થી વધુ વયનામાં કુલ લક્ષ્યાંક 397590નો રખાયો તે પૈકી 455047 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા કુલ 114 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી છે. તો બીજો ડોઝ પણ 284932 લોકોએ લેતા તેમાં 63 ટકાએ રસી લઇ લીધી છે.

યુવાનોમાં બીજા ડોઝમાં માત્ર 35 ટકા રસીકરણ
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 18થી 44 વર્ષની વયના કુલ 949234 યુવાનો પૈકી કોરોનાની રસીનો પહેલો ડોઝ 693125 યુવાનોએ લીધો છે તેથી ટકાવારી 73 ટકા થઇ છે. પણ બીજા ડોઝમાં માત્ર 245471 યુવાનોએ જ રસી લીધી હોય તેમાં ટકાવારી માત્ર 35 ટકા થતા હજી 65 ટકા યુવાનો બીજા ડોઝના રસીકરણમાં બાકી છે.

પાલિતાણામાં બીજા ડોઝમાં માત્ર 30 ટકા વેક્સિનેશન
પાલિતાણામાં કુલ લક્ષ્યાંક 157937નો છે તેની સામે પ્રથમ ડોઝ 153969 લોકોએ લીધા છે અને બીજો ડોઝ માત્ર 46,794 લોકોએ જ લેતા માત્ર 30.4 ટકા વેકસિનેશન બીજા ડોઝમાં નોંધાયું છે.

તાલુકા મુજબ કોરોના રસીકરણ

તાલુકોલક્ષ્યાંકપ્રથમ ડોઝટકાવારીબીજો ડોઝટકાવારી
ભાવનગર106038101,56395.8 ટકા8214480.9 ટકા
ગારિયાધાર9936276,49177.0 ટકા2857537.3 ટકા
ઘોઘા7959272,92991.6 ટકા4773165.4 ટકા
જેસર5370541,32877.0 ટકા1564537.9 ટકા
મહુવા300577283,38794.3 ટકા10501937.1 ટકા
પાલિતાણા157937153,96997.5 ટકા4679430.4 ટકા
સિહોર167893135,81180.9 ટકા9724771.6 ટકા
તળાજા232798203,51087.4 ટકા7619337.4 ટકા
ઉમરાળા7844758,78574.9 ટકા3527360.0 ટકા
વલ્લભીપુર7047574,701106 ટકા4431859.3 ટકા
કુલ13468241,202,47489.3 ટકા57891148.1 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...