માંગ:મહત્વની ટ્રેઇન સમયે વલભીપુરથી ધોળાની એસ.ટી.બસની આવશ્યકતા

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.ટી.ને આર્થિક અને મુસાફરોને ટ્રેઈનનો સમયે લાભ મળે

વલભીપુર થી ધોળા જંકશન ની એસ.ટી.બસો શરૂ કરવા મુસાફર જનતામાંથી માંગ ઉઠવા પામી છે. ભાવનગર રેલ્વે ડીવીઝન દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ગેઇજ રૂપાંતરને કારણે ટ્રેઇન સેવાઓ બંધ હતી તેના કારણે ટ્રેઇન સમયે વલભીપુર થી ધોળા તરફના લોકલ બસ ફેરા પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે જયારે રેલ્વે રૂટની મોટાભાગની રૂટ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.

ત્યારે વલભીપુર થી ધોળા તરફના બસના ફેરા ખાસ તો ભાવનગર-બાંદ્રા,કાકીનાડા,જેતલસર,મહુવા-બાંન્દ્રા જેવી અગત્યની ટ્રેઇનોના સમયે જો બસ સેવાઓનું ટ્રેઇન સાથે લીંક અપ આપવામાં આવે તો વલભીપુર,ઉમરાળા અને ગઢડા તાલુકાના અમુક ગામડાઓ જે ગામડાઓ ધોળા જંકશનની નજીકમાં છે. એસ.ટી.વિભાગને આર્થિક ફાયદો અને મુસાફરોને પણ ટ્રેઈનના સમયે બસ સેવા મળતા ફાયદો થાય.

લોકલ બસોને રેલ્વે સ્ટેશન સુધી લઇ જવામાં આવે
જો તમામ લોકલ બસોને ધોળા જંકશન રેલ્વે સ્ટેશન સુધી લઇ જવામાં આવે તો ટ્રેઇનના મુસાફરોને બહુજ સુગમતા રહે કારણ કે હાલમાં મોટા ભાગની બસો હાઇવે ફાટક પાસે સ્ટોપ ઉપર ઉભી રહે છે તેથી મુસાફરોને રેલ્વે સ્ટેશન જવા એક કિલો મીટર કરતા વધારે અંતર આવેલુ હોય ખાનગી વાહન કરીને જવું પડતું હોવાથી ખુબજ મોઘુ ભાડુ ચુકવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...