તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:વાંચો ભાવનગરમાં 10 સ્થળોએ વેક્સિનેશન શરૂ, સેન્ટરો પર યુવાનોની લાઈનો લાગી, વેક્સિન લેશો તો પરિવાર સુરક્ષિત રહેશેઃ નાગરિક

ભાવનગર14 દિવસ પહેલા
 • કોરોનાના ઇંફેક્શનમાંથી બચવાં માટે માત્ર અને માત્ર વેક્સિન એ જ અકસીર ઉપાય

ભાવનગર શહેરમાં આજથી 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે શહેરના 10 સ્થળોએ વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. સવારથી જ યુવાનોની સેન્ટરો પર મોટી લાઈનો લાગી હતી, યુવાનોમાં વેક્સિનેશનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વેક્સિન લીધા બાદ લોકો જણાવી રહ્યાં છેકે, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વેક્સિન જરૂરી છે. વેક્સિન લેશો તો આપણો પરિવાર સુરક્ષિત રહેશે.

શહેરના 10 સ્થળોએ કોરોના રસીકરણ શરૂ
1) રૂવા યુસીએચસી, વી.પી.સોસાયટી સામે, સુભાષનગર
2) કુંભારવાડા યુસીએચસી, કુંભારવાડા સર્કલ પાસે
3) મ્યુ.પશ્ચિમ ઝોનલ ઓફિસ, માર્કેટિંગ યાર્ડ પાસે
4) ડોકટર હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે
5) સંત પ્રભા રામ હોલ, સિંધુનગર
6) સરદાર પટેલ સ્નાતક મંડળ, વિજયરાજનગર
7) રોટરી ક્લબ, ઘોઘા સર્કલ
8) શિવાજી સર્કલ હેલ્થ સેન્ટર, શિવાજી સર્કલ પાસે
9) કાળીયાબીડ હેલ્થ સેન્ટર, ભગવતી પાર્ક પાસે
10) શાળા નંબર-17, દીપક ચોક પાસે

આજે ખાસ તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા 18થી 44 વર્ષ સુધીના લોકો કે જેઓએ ગત તા.28 એપ્રિલથી શરુ થયેલા ઓનલાઇન રજિસ્ટ્રેશનનાં નામ નોંધાવ્યું હોય અને ઓનલાઇન પોર્ટમાં એપાર્ટમેન્ટ લીધી હોય તેવા તમામ લોકો માટે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના આરંભ 10 સ્થળોએ વેક્સિનેશન નો પ્રારંભ થયો છે.

મહામારી સામે રક્ષણ મેળવવા રસી લેવી ખુબજ જરૂરીરાકેશભાઈ શાહ અને તેમના રિધ્ધીબેન પત્ની બંનેએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો, તેને જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા રસી લેવી ખુબજ જરૂરી છે, વેક્સિન લઈશું તો આપણી ઇમ્યુનિટી બુસ્ટર જેવું કામ કરે છે એટલે લેવી ખુબજ જરૂરી છે.

મગ્ર ભાવનગરને પણ કોરોનામુક્ત બનાવીએ જ સંકલ્પ કરીએઉન્નતિબેન શાહ અને તેમના પતિ સાહિલભાઈએ જણાવ્યું હતું કે આ મહામારી માં ભારત સરકાર દ્વારા જે 18થી વધુ વયના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થયો ખૂબ જ જરૂરી છે, જો વેક્સિન લેશો તો આપણો પરિવાર સુરક્ષિત રહેશે, અને દેશ પણ સુરક્ષિત બનશે. કોરોનાના ઇંફેક્શનમાંથી બચવાં માટે માત્ર અને માત્ર વેક્સિન એ જ અકસીર ઉપાય છે ત્યારે આપણે સૌ વેક્સિન લઈએ અને ભારત દેશને ગુજરાત અને સમગ્ર ભાવનગરને પણ કોરોનામુક્ત બનાવીએ જ સંકલ્પ કરીએ.

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે.સિન્હા દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર શહેરના 10 સ્થળોએ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે અને એક સેન્ટર પર 200નું રજીસ્ટ્રેશન કરાયું છે એટલે આજે 18 થી 44 વર્ષથી વધુ વયના 2000 લોકો ને આજે રસીકરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો