તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 દિવસનાં અંતરાલ બાદ:રસીનો જથ્થો આવતીકાલથી શહેરમાં રસીકરણ ફરીથી શરૂ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાનોમાં ફક્ત 2 ટકાએ જ બીજો ડોઝ લીધો, હજી પ્રથમ ડોઝ 51 ટકાએ જ લીધો

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વિરુદ્ધ રસીકરણ બંધ હતું જે હવે જઈને શનિવાર થી શરૂ થશે. તાજેતર માં 18 વરસથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ થયું ત્યારે મહાનગરપાલિકા પાસે આંતરે દિવસે રસી ખૂટી જાય છે અને હાલમાં તો સળંગ 3 દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. ભાવનગર માં કુલ 51.72 ટકા લોકો દ્વારા પ્રથમ ડોઝ અને 21.34 ટકા લોકોએ બીજો ડોઝ લીધેલો છે. ભાવનગર માં બાકી રહેલા પોણા બે લાખ લોકોને રસીકરણ કઈ રીતે આપી શકાશે. યુવાનોમાં ફક્ત 2 ટકા લોકોએ દ્વિતીય ડોઝ લીધો છે.

ભાવનગર મ. ન.પા દ્વારા 13, 368 હેલ્થ કેર વર્કર ને પ્રથમ ડોઝ જ્યારે 9760 ને દ્વિતીય ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટ લાઈન વર્કર માં 29,542 પ્રથમ અને 20,357 દ્વિતીય ડોઝ લઈ ચૂક્યા છે. જે ટાર્ગેટથી ઘણું વધારે છે. 45 વર્ષથી વધુ વયના 1 લાખ 93 હજાર લોકો પ્રથમ ડોઝ અને 58,585 લોકો બીજો ડોઝ લઈ ચૂક્યા છે. 18 વરસથી વધુ ઉંમર નાં લોકોનું રસીકરણ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 1 લાખ 47 હજાર લોકો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 8369 લોકોએ જ દ્વિતીય ડોઝ લીધો છે. આજે ભાવનગરમાં કોવીશિલ્ડ નાં 3000 ડોઝ નો જથ્થો ઉપલબ્ધ થયો છે.

અન્ય સમાચારો પણ છે...