કામગીરી:કોરોના સામે પ્રાણીઓને સજ્જ કરવા કેનાઈન અને ફેલાઈન રસી અપાવવી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલતુ પ્રાણીઓ માટે સાફ સફાઈ અને ડીવોર્મિંગ પ્રાણીઓના બચાવ માટેના અત્યંત અસરકારક ઉપાયો

કોરોના વાઇરસનાં પાલતુ પ્રાણીઓમાં ફેલાવા અંગે ઘણા લોકો ચિંતાતુર છે. કોરોનાનાં અમુક સ્ટ્રેઇન પાલતુ પ્રાણીઓમાં જોવા મળે છે માટે તેમનું પણ રસીકરણ કરાવવું જોઈએ. કેનાઈન અને ફેલાઇન કોરોના વાઇરસની રસી લીધેલા પ્રાણીઓમાં કોઈ રોગના લક્ષણો જોવા મળતા નથી. પ્રવર્તમાન કોરોના વાઈરસનો ચેપ મનુષ્યથી મનુષ્યમાં પરસ્પર ફેલાય છે. પ્રાણીઓમાંથી માણસોમાં કે માણસોથી પ્રાણીઓમાં ફેલાતો નથી. આજની તારીખમાં ઉપલબ્ધ માહિતીના આધારે, મનુષ્યમાં ફેલાતા કોરોના નું જોખમ પ્રાણીઓમાં ઓછું છે.

કોરોના વાઇરસ coronaviridae ફેમિલીમાંનો એક વાઇરસ છે.કોરોના વાઇરસના મુખ્યત્વે ચાર સ્ટ્રેઇન છે, જે ગંભીર બીમારીઓ માટે જવાબદાર છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા.આલ્ફા અને બીટા સસ્તન પ્રાણીઓમાં, જ્યારે ગામા અને ડેલ્ટા પક્ષી અને દરિયાઈ પ્રાણીઓમાં અસર કરે છે. આ વાઇરસ કૂતરા અને બિલડીઓમાં શ્વાસની તકલીફ માટે જવાબદાર છે. સમયસર રસીકરણ કરેલ પેટ્સમાં આવા રોગો નહિવત જોવા મળે છે. છતાં પણ આ રોગ થાય તો સારવારથી તેના પર કાબુ મેળવી શકાય છે.

કોરોના પોઝિટિવ દર્દીએ પાલતુ પ્રાણીઓથી દૂર રહેવું
જો ઘરની અંદરની વ્યક્તિ બીમાર પડે, તો તે વ્યક્તિને પાળતુ પ્રાણી પેટ્સ અને ફૅમિલીનું પર્સનલ હાઇજિન જાળવવું અને સેનીટાઇઝર વાપરવું જરૂરી છે. ડોગ અને કેટ માટે કોરોના રસી હાલમાં ઉપલબ્ધ છે, જેનું રસીકરણ કરાવી લેવું હિતાવહ છે. - ડો.નયનકુમાર જોષી, વેટરનરી સર્જન

અન્ય સમાચારો પણ છે...