શાબાશ વિદ્યાર્થીઓ:શહેરમાં 15થી18 વર્ષના 86.22 ટકા કિશોર અને કિશોરીઓને રસીકરણ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં 44492ના લક્ષ્યાંક સામે 38359 કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ, 46.33%એ બીજો ડોઝ લીધો

શહેરમાં 15થી 18 વર્ષના કિશોર-કિશોરીઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં શહેર કક્ષાએ લક્ષ્યાંક 44,492નો લક્ષ્યાંક છે અને તેની સામે આજ સુધીમાં શહેરમાં 38359 કિશોર-કિશોરીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવતા 86.22 ટકા લક્ષ્યાંક સિધ્ધિ મળી છે. ભાવનગર શહેરમાં 15થી 18 વર્ષના કિશોર કિશોરીઓની રસીના બીજા ડોઝમાં પણ આવરી લેવાયા છે અને તેમાં આજ સુધીમાં કુલ 20,611 કિશોર-કિશોરીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ લેતા તેમાં લક્ષ્યાંક સિધ્ધિ 46.33 ટકા થઈ છે. ભાવનગર શહેરમાં હજી તો 6 હજાર જેટલા કિશોર-કિશોરીઓ રસીના પ્રથમ ડોઝથી વંચિત છે.

શહેરમાં પ્રથમ ડોઝમાં 112%થી વધુ રસીકરણ
ભાવનગર શહેરમાં કોરોના રસીમાં કુલ લક્ષ્યાંક 4,43,600નો છે અને તેની સામે આજ સુધીમાં 479632 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લેતા શહેરમાં વેક્સિનેશનમાં પ્રથમ ડોઝમાં લક્ષ્યાંક સિધ્ધિ 112.21 ટકા થઇ ગઇ છે.

યુવાનો સો ટકા રસીકરણથી થોડા જ દૂર
ભાવનગર શહેરમાં 18થી 44 વર્ષના કુલ યુવાનોનો લક્ષ્યાંક 285542 છે અને તેની સામે આજ સુધીમાં 284790 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અપાય જતા 99.74 ટકા રક્ષણ સિદ્ધિ મળી છે અને 100% સિધ્ધિ મેળવવાની આડે હવે 752 રસીકરણ બાકી રહ્યા છે. જોકે યુવાનોને બીજા ડોઝમાં હજી 15,000 જેટલા રસીકરણ બાકી છે.

શહેરમાં 26141 લોકોએ બુસ્ટર ડોઝ લીધો
ભાવનગર શહેરમાં 60 વર્ષથી વધુ વયના કો મોરબિડ સિનિયર સિટીઝનોને કોરોના રસીનો ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ અપાય રહ્યો છે. આ ઉપરાંત હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને પણ આ પ્રિકોશન ડોઝ અપાઈ રહ્યો છે. આજ સુધીમાં ભાવનગર શહેરમાં 10201 હેલ્થ વર્કર, 3299 ફ્રન્ટલાઈન વર્કર તેમજ 12,641 સિનિયર સિટીઝનોને પ્રિકોશન કે બુસ્ટર ડોઝ અપાય ગયો છે. ભાવનગર શહેરમાં કુલ 26,141 કોરોના રસી નો ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ અપાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...