ટેસ્ટિંગ વધારવા સુચના:કોરોના સામે ભાવનગર શહેરમાં રવિવારે 46 જિલ્લામાં 68 લોકોનું રસીકરણ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર દ્વારા રસીકરણ તેમજ ટેસ્ટીંગ વધારવા માટે સૂચના
  • રાજ્યમાં રવિવારે 4516 લોકોના રસીકરણ સામે કોરોનાના 33 કેસ જ્યારે ભાવનગરમાં કોરોનાનો એક પણ કેસ નહીં

ભાવનગર સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તેના તકેદારીના પગલારૂપે રસીકરણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. અને સરકાર દ્વારા પણ કમિશનર અને કલેક્ટરને રસીકરણ તેમજ ટેસ્ટિંગ વધારવા સુચના આપવામાં આવી છે. પરંતુ ‍ભાવનગર કોર્પોરેશન અને જિલ્લામાં રસીકરણને નબળો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું સરકારી આકડા પરથી લાગી રહ્યું છે. ભાવનગર સહિત રાજ્યભરમાં આજે રવિવારે સાંજ સુધીમાં કુલ 4516 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 99.09 ટકા છે. જ્યારે અત્યાર સુધી 1213563 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 10944 ના મ્રુત્યુ થયા છે. આજે રવિવારે રાજ્યમાં કુલ 4516 વ્યક્તિઓેએ રસીકરણ કર્યું છે તે પૈકી ભાવનગર જિલ્લામાં 68 અને કોર્પોરેશન વિસ્તારમાં 46 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે રાજ્યમાં કોરોનાના 33 કેસ નોંધાયા છે. અને 37 લોકો ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના જ્યારે નહિવત્ જેવો થયો છે ત્યારે અમદાવાદ અને વડોદરામાં હજુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં 15 અને વડોદરામાં 10 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાની તકેદારી માટે ખાસ કરીને ટેસ્ટીંગ વધારવું આવશ્યક છે. પરંતુ તંત્ર અને લોકજાગૃતિના અભાવે તેમાં પણ મંદ કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...