તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:છેલ્લા 3 દિવસમાં જિલ્લામાં 65 હજાર લોકોનું રસીકરણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવરાત્રી પહેલાં વધુમાં વધુ રસીકરણ થશે
  • ભાવનગર શહેર સમગ્ર ગુજરાતમાં રસીકરણ ક્ષેત્રે છઠ્ઠા સ્થાન પર, ઘર ઘર સર્વે અને રોજિંદા સેમ્પલીંગ પણ શરૂ

ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રસીકરણ ને વેગ આપવા માટે એક દિવસ માં 20 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા 15 હજાર નો ટાર્ગેટ આપવામાં આવતો હોય છે ત્યારે ભાવનગર જિલ્લામાં ફક્ત છેલ્લા ત્રણ દિવસમાં 65 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ભાવનગર શહેર પણ સમગ્ર ગુજરાત માં રસીકરણ ક્ષેત્રે છઠ્ઠા સ્થાન પર છે. જિલ્લા અને શહેર નાં આરોગ્ય તંત્ર દ્વારા રોજિંદા સેમ્પલ લઈને અને ઘરે ઘરે સર્વે કરાવીને પણ કોરોના ફેલાઇ નથી રહ્યો તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

હાલમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે 18 વરસથી ઉપરના વધુમાં વધુ લોકોનું રસીકરણ થઈ જાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા ભાવનગર જિલ્લા નાં જે ગામડાઓમાં ખુબ ઓછું કે નહિવત રસીકરણ થયું હોય તેવા ગામડાઓમાં જઈને એકસાથે ઘણા બધા વ્યક્તિઓને રસી આપવામાં આવી રહી છે. હાલમાં ભાવનગર શહેર માં કુલ ટાર્ગેટ 4,54,826 નો છે જેમાંથી 77 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 34 ટકા લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

એક ગણતરી અનુસાર કેરળ માં કેસ આવવાના શરૂ થઈ ગયા છે જેથી ગુજરાત માં એક મહિના ની અંદર કોરોના નાં કેસ ખૂબ વધુ પ્રમાણમાં આવવાની શક્યતા છે. ઉપરાંત નવરાત્રી ના તહેવાર ની પણ ગુજરાત માં ઘણી અગત્ય હોવાથી તે પહેલાં લોકોને રસીકરણ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાની ત્રીજી લહેર આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં રસીકરણમાં ગતિ વધી છે તે સારી બાબત છે જોકે, હજી ગારિયાધાર જેવા તાલુકામાં ગતિ ઓછી છે.

જિલ્લામાં રસીકરણ
તા.26 ઓગસ્ટ : 22,150
તા.27 ઓગસ્ટ : 22,300
તા.28 ઓગસ્ટ : 20,500

અન્ય સમાચારો પણ છે...