કામગીરી પૂરજોશમાં:લમ્પી ડિઝિસથી 28 પશુઓના મોત બાદ 51,900 પશુઓને રસીકરણ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 80 ગામમાં 485 પશુઓ અસરગ્રસ્ત
  • જિલ્લાના વધુ અસર પામેલા ઉમરાળા અને ગારિયાધાર તાલુકાઓમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં

ભાવનગરના ગારિયાધાર અને ઉમરાળા તાલુકામાં લમ્પીના કેસ જોવાં મળતાં આ તાલુકાઓમાં કોલ મળે તુરંત અસરગ્રસ્ત પશુની સારવાર અને તેની આસપાસમાં રહેલાં પશુઓને તેનાથી દૂર લઇ જવાં, વધુ પશુઓને રાખવાના સ્થળો અને પાંજરાપોળોમાં મચ્છર, ઇતરડીનો ફેલાવો અટકાવવાં માટે દવાનો છંટકાવ, પશુઓને રાખવાની જગ્યાઓ સ્વચ્છ રાખવા જેવા પગલાઓ લેવામાં આવ્યાં હતાં. જિલ્લામાં બે દિવસમાં 28 પશુઓના મૃત્યુ થયાં છે. જિલ્લાના વધુ અસર પામેલાં ઉમરાળા અને ગારીયાધાર તાલુકાઓમાં રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલું છે.

અત્યાર સુધીમાં જિલ્લાના 7,60,621 પશુઓમાંથી અસરગ્રસ્ત જણાયેલ વિસ્તારના 51,900 પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં લમ્પી વાયરસથી કોઇ પશુ અસરગ્રસ્ત જણાય તો તાલુકા કક્ષાએ આવેલાં પશુ દવાખાના, પશુઓ માટેના હેલ્પલાઇન-1062 કે 10 ગામ દીઠ ફરતાં પશુ દવાખાના, પશુ ધન નિરીક્ષક કે ડેરીના પ્રતિનિધિઓનો સંપર્ક સાધવાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...