તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સુભાષનગર વિસ્તારમાં આવેલ એન.જે.વિધાલય દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રસીકરણને વેગ આપવવા શૈક્ષણિક સંસ્થાઓ આગળ આવી રહી છે

ભાવનગર શહેરમાં રસીકરણને વેગ આપવવા વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા યોગીનગર પાસે એન.જે.વિધાલય દ્વારા રસીકરણનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે કોરોના વેક્સિનનો કેમ્પ એન.જે.વિદ્યાલય અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુભાષનગરના સહયોગથી વેક્સિનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રેપિડ ટેસ્ટ તથા માસ્ક વિતરણ કર્યું અને 200 થી વધારે વ્યક્તિઓએ વેક્સિન લઈ કોરોના સામે રક્ષણ મેળવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ મેયર નિમુબેન બાંભણિયા તથા ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમ.આર.પાંડે, ડાભી સાહેબ અને પ્રકાશભાઈ રાઠોડ આચાર્ય તળાજા તથા જયંતિસર તથા ડો. રૂપલબેન ની પ્રેરક ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં એન.એસ.એસ. યુનિટ તથા સ્ટાફે સારી જેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...