તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:શિક્ષકો અને તેમના પરિવાર માટે 39 સેન્ટર પર રસીકરણ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષક દિન નિમિતે ભાવનગરમાં આયોજન
  • કોર્પો. દ્વારા કોવેક્સિન અને કોવીશિલ્ડ માટે અલગ અલગ સેન્ટર ફાળવાયા

ભાવનગર શહેરમાં તા. 5 નાં રોજ " શિક્ષક દિન " ની ઉજવણી માટે ભાવનગર મ. ન.પા. દ્વારા તમામ શિક્ષક મિત્રો માટે રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત કોવેક્સિન અને કોવીશિલ્ડ માટે અલગ અલગ જગ્યા પર કેમ્પનું આયોજન કરીને શિક્ષક મિત્રો અને તેમના પરિવારજનો ને રસી આપવાનું આયોજન થયેલું છે. ભાવનગર માં 39 સેન્ટર પર સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે.

જે અંતર્ગત રૂવા સી.એચ.સી, કાળીયાબીડ અર્બન હેલ્થ સેન્ટર, વિદ્યાવિહાર સ્કુલ, આખલોલ જકાતનાકા હેલ્થ સેન્ટર, જલારામ સ્કુલ, શિવાજી સર્કલ હેલ્થ સેન્ટર, વિદ્યાનગર, અનંત વાડી, આઇ.એમ.એ હોલ, રેડ ક્રોસ હોસ્પિટલ, કુંભારવાડા હેલ્થ સેન્ટર અને સ્કુલ નંબર 76 ભરત નગર કોવેક્સિન માટે અને સુભાષનગર હેલ્થ સેન્ટર, સિદસર ગ્રામ પંચાયત, ગૌરીશંકર પ્રાઈમરી સ્કૂલ, કાળીયાબીડ હેલ્થ સેન્ટર, સાંદિપની સ્કુલ, પટેલ સમાજ ની વાડી, સ્વપ્ન સાકાર ટાઉનશિપ, તિલક નગર, આનંદનગર હેલ્થ સેન્ટર, વડવા વોશિંગ્ટન હેલ્થ સેન્ટર, રોટરી કલબ હોલ, દેવબાગ, ડોકટર હોલ, માઢિયા રોડ, સંત પ્રભારામ ચોક અને કુંભારવાડા ખાતે કોવીશિલ્ડ આપવામાં આવશે. ભાવનગર માં વધુમાં વધુ શિક્ષકો અને તેમના પરિવારજનોને આ રસીકરણ કેમ્પ નો લાભ લેવાની જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...