કોરોનાને હરાવો, રસીકરણ કરાવો:2.85 લાખ યુવાનોને રસીકરણના લક્ષ્યાંક સામે 21 %ને વેક્સિનેશન

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં હેલ્થ વર્કરનો 98 ટકા અને સિનિયર સીટીઝનમાં રસીકરણનો 70 ટકા ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે
  • આંશિક અનલૉક બેફિકરાઈમાં પરિણમ્યું, રોજિંદા 4000 સ્લોટ માંથી 39.3 ટકાની એવરેજમાં થાય છે રસીકરણ

ભાવનગર સહિત રાજ્યમાં ઠેર ઠેર 50 ટકા કેપેસીટી સાથે રેસ્ટોરન્ટ, મંદિર, જીમ વગેરે ખોલવામાં આવી રહ્યા છે. ભાવનગર માં પણ રોજિંદા કોરોના નાં કેસની સંખ્યા ઘટી છે. છેલ્લા ઘણા સમયથી કેસ એકાકી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. પરંતુ જેમ કેસ ઘટી રહ્યા છે તેમ રસીકરણ પણ ઘટી રહ્યું છે. ભાવનગર શહેરમાં 18 થી 44 વર્ષની ઉંમરના કુલ 2 લાખ 65 હજાર 542 લોકોનું રસીકરણ કરવાનું છે. જેમાંથી ફક્ત 21 ટકા લોકો નું જ રસીકરણ થવા પામ્યું છે.

અત્યારે 18 થી 44 વર્ષની વય નાં લોકોનું રસીકરણ જોઈએ તેટલી સારી ગતિથી નથી થઈ રહ્યું. હાલમાં થઈ રહેલ રસીકરણ ની એવરેજ 39.35 ટકા જેટલી છે. એટલેકે રોજિંદા નક્કી કરેલા 4000 સ્લોટ માંથી 40 ટકા થી ઓછા સ્લોટ માં લોકો રસીકરણ કરાવે છે. અત્યાર સુધીમાં કુલ 60 હજાર 120 યુવાનો નું રસીકરણ થઈ ચૂક્યું છે. તંત્ર દ્વારા સોસાયટી પર જઈને લોકોને સમજાવટ કરવાની અને સર.ટી. હોસ્પિટલ ખાતે તમામ લોકોને રસીકરણ થયું કે નહિ તે જાણવાની અને ઠેર ઠેર બેનર લગાવવાની કામગીરી કરવામાં અાવી રહી છે.

ભાવનગર શહેરમાં હેલ્થ વર્કર નો 98 ટકા અને સિનિયર સીટીઝન નો 70 ટકા ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે. સિનિયર સિટીઝન માં ખૂબ સારા પ્રમાણમાં રસીકરણ થયું હતું ત્યારે યુવાનોમાં પણ જાગૃતિ ફેલાય અને જો ત્રીજી લહેર આવવાની હોય તો વધુમાં વધુ લોકો રસી નાં સુરક્ષા કવચ હેઠળ હોય તો તેની સામે લડી શકાશે.

ભાવનગર શહેરમાં 18થી 44 વર્ષના યુવાનોમાં રસીકરણ ઓછુ થયું છે તેના એક કારણમાં રસીની અછત પણ જવાબદાર છે. સાથોસાથ આ તબક્કામાં સૌપ્રથમ યુવાનોએ રસીકરણ માટે કોવિન વેબસાઈટ પર નામ નોંધણી કરાવવી ફરજિયાત રાખવામાં આવી હતી. પરંતુ વેબસાઈટ ઠપ હોય કે રજિસ્ટ્રેશન માટે સ્લોટ ન મળતા હોય યુવાનોને ભારે હાડમારી ભોગવવી પડી હતી. જેથી પણ રસીકરણમાં આરંભે સુસ્તતા જોવા મળી હતી.

શહેરમાં 18 થી 44 વર્ષ સુધીના યુવાનોમાં કોરોના રસીકરણ

રસીકરણમાં કુલ ટાર્ગેટ

:2,85,542

પ્રથમ ડોઝમાં વેક્સિનેશન

:60,120

પ્રથમ ડોઝ ની ટકાવારી

:21.03 ટકા

દ્વિતીય ડોઝ વેક્સિનેશન

:1395

દ્વિતીય ડોઝ ની ટકાવારી

:0.4 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...