તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકા નાં વિસ્તારમાં અત્યાર સુધી 2900 ફ્રન્ટ લાઈન હેલ્થ કેર વર્કરો સહિતના તાલુકાના કુલ 17 હજાર 31 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણ માટે નાં લક્ષ્ય કરતા લગભગ 270 જેટલા લોકોએ જ કોરોના માટે વેક્સિન લીધી નથી અને મહાનગરપાલિકા દ્વારા 97 ટકા નું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યારે કોરોના નો પહેલો ડોઝ લઈ ચૂકેલા મેડિકલ અને પેરા મેડિકલ નો સ્ટાફ બૂસ્ટર ડોઝ પણ લેવાનો છે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 8900 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન લીધા બાદ તાવ, હાથ નો દુખાવો, મસલ પેઇન થાય છે, હજી તે સંપૂર્ણ સુરક્ષિત છે કે નહિ, અન્ય રોગો સાથે પીડાતા લોકોએ રસીકરણ કરાવાય કે કેમ જેવા અનેક સવાલો લોકોના મગજ માં આવતા હોય છે. માટે ઘણા લોકો રસીકરણ માટે તૈયાર નથી.
જેમાં સૌથી મોટો પ્રશ્ન છે કે પહેલેથી કોરોના થી સંક્રમિત થયેલા લોકોમાં કોરોના વેક્સિન વધારે અસરકાર રીતે કામ કરે છે. લોકોની મુંજવણ ની વચ્ચે કોરોના નાં કેસ વધી રહ્યા છે તે પણ સત્ય છે. એક સમયે ભાવનગરમાં ઝીરો થયેલા કેસ હવે વધ્યા છે. તા.13 ફેબ્રુઆરી એ 8 , તા.14 ફેબ્રુઆરીએ 2 અને તા. 15 ફેબ્રુઆરીએ 6 કેસ નોંધાયા છે.
દરેક વ્યક્તિએ કોરોનાની રસી લેવી જોઈએ
એવું કોઈ રિસર્ચ સાબિત થયેલું નથી કે કોરોના થી સંક્રમિત થઈ ચૂકેલા વ્યક્તિઓને વેક્સિન સારી અસર કરે છે. પ્રથમ ડોઝ નાં 28 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો છે. પહેલા ડોઝ પછી ઈમ્યુનીટી આવવાની શરૂ થાય છે અને બીજા ડોઝ નાં લીધે રોગપ્રતિકારક શક્તિ ને બુસ્ટ મળે છે. કોરોના નું સંક્રમણ થયું હોય કે નહિ. કોરોના ની રસી લેવી ખૂબ જરૂરી છે. જેને કોરોના થયે મહિનાઓ વીતી ગયા હોય તેવા લોકોના શરીરમાં બનેલા એન્ટીબોડી ક્યાં સુધી એક્ટિવ રહે તે કહી શકાય નહિ. - ડો.જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ , સર.ટી. હોસ્પિટલ
સ્કૂલો, થિયેટર ખુલવાથી લોકોએ હવે વધારે સાચવવાનું રહેશે
થોડા દિવસો અગાઉ ભાવનગરમાં કેસ કાબૂમાં હતા હવે ધીરે ધીરે લોકોની બેદરકારીનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. પહેલા કોરોના થઈ ગયેલ હોય તેવા દર્દીઓમાં પહેલેથી જ એન્ટીબોડી હશે. આવા દર્દીઓ જ્યારે પહેલા ડોઝ લે છે ત્યારે તેમની માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે કોરોના થી સાજા થયેલા લોકોએ વેક્સિન ન લેવાની થાય. ફેબ્રુઆરી ની શરૂઆતમાં ઝીરો થયેલા કેસ હવે 5 કે 8 માં પહોચ્યા છે. ઉપરથી સ્કૂલો, થિયેટર સહિતની જગ્યાઓ ખોલી દેવામાં આવી છે. લોકોએ સાચવવું પડશે. - ડો. દર્શન શુકલા, પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસો. ભાવનગર
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.