નિર્ણય:NAS હોય તે શાળાઓમાં વેકેશન 25મીથી ખુલશે, સર્વે થયો હોય તે શાળાઓ માટે જ નિર્ણય

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેકેશનમાં ધો. 3, 5,8,10ની સર્વે માટે કસોટી લેવાઈ હોય વેકેશન ત્રણ દિવસ મોડુ ખુલશે

દેશમાં તા.12 નવેમ્બરના રોજ ધો.3,5,8 અને ધો.10માં નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS) હાથ ધરવામાં આવી હતી. આ સર્વેમાં સેમ્પલમાં પસંદ થયેલી શાળાઓને ધો.10થી 12 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે ધો.3,5 અને 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહે તેવો આદેશ કરાયો હતો. આથી વેકેશનમાં જે શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હોય તેને આ ત્રણ દિવસ કામ કર્યુ હોય એટલે કે તા.21 નવેમ્બરને બદલે વેકેશન 24 નવેમ્બર સુધી રહેશે અને તા.25 નવેમ્બરથી શાળાઓ ખુલશે.

નેશનલ એચિવમેન્ટ સર્વેની પરીક્ષા દિવાળી વેકેશનમાં લેવામાં આવી હોય તેનો એક તબક્કે વિરોધ થયો હતો પણ અંતે આ સર્વે કરવામાં આવ્યો જેથી ધો.3,5,8 અને ધો.10ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં ત્રણ દિવસ, તા.10થી 12 નવેમ્બર સુધી શાળામાં આવાવનું થતા આ અંગે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ ત્રણ રજા ભરી હોય તે અંગે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી. આથી ધો.3,5 અને 8ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તા.21 નવેમ્બર સુધી વેકેશન હતુ તે તા.24 નવેમ્બર સુધી ત્રણ દિવસ લંબાવવામાં આવતા નેશનલ એચિવમેન્ટ સર્વેની પરીક્ષા હોય તે શાળાઓમાં વેકેશન તા.25 નવેમ્બરથી ખુલશે.

અન્ય સમાચારો પણ છે...