પોલમપોલ:પાલિતાણાના રાજકીય કાર્યક્રમમાં કોર્પો.ની સરકારી ગાડીઓનો ઉપયોગ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિસ્તના પાઠ ભણાવનારાઓએ અશિસ્ત આચરી
  • ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને નેતાની ગાડીઓનો કરાયો ઉપયોગ

ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલીતાણા ખાતે જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન આજથી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. જેમાં શિસ્તના પાઠ પણ ભણાવાય છે. પરંતુ ભાવનગર કોર્પોરેશનના પદાધિકારીઓએ શિસ્તને નેવે મૂકી કોર્પોરેશનના સરકારી વાહનોનો રાજકીય કાર્યક્રમ માટે ઉપયોગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા પાલીતાણા ખાતે શહેર અને જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું તારીખ 19 થી 21 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

શહેર કક્ષાના પ્રશિક્ષણ વર્ગમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત કોર્પોરેશનના ભાજપના નગરસેવકોએ પણ ભાગ લીધો છે. રાજકીય કાર્યક્રમમાં પાલીતાણા ખાતે જવા માટે ભાવનગર કોર્પોરેશનની મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાની ગાડીઓનો ઉપયોગ કરાયો છે. એટલું જ નહીં પરંતુ આ સરકારી વાહનોને સવારથી સાંજ સુધી પાલીતાણા ખાતે જ રાખવામાં આવ્યા હતા.

કોર્પોરેશનના નિયમ અનુસાર ભાવનગર શહેરમાંથી બહાર જવા માટે મેયરનો ઠરાવ જરૂરી છે. પરંતુ રાજકીય કાર્યક્રમ માટે તો કોઈપણ સરકારી વાહનનો ઉપયોગ થઈ શકે નહીં. જોકે હાથમાં તેના મોંમાની જેમ અને નબળા વિરોધ પક્ષને કારણે નિયમોની એસી તેસી સહજ બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...