ભવ્ય ઉજવણી:ભાવનગરમાં સૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલીના ઉર્ષ મુબારકની ઉજવણી કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના કુંભારવાડા સર્કલ પાસે મારુતિનગરમાં આવેલા સૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલી 72 ચોંકીના માલિકનો ઉર્ષ મુબારક સતત બે દિવસ ઉજવાયો હતો.

ગુસલ મુબારક અને સંદલ મુબારકની ધાર્મિક વિધી કરાઈ
કુંભારવાડા સર્કલ પાસે મારુતિનગરમાં આવેલા સૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલી 72 ચોંકીના માલિકનો ઉર્ષ મુબારક નિમિત્તે રાત્રે કવ્વાલી અને નાત શરીફના એકથી એક ચઢિયાતા કલામનું ગાયન, પઠણ કરી સુધીર મકવાણા, શબ્બીર અને અફઝલ કાદરી તથા સાથી કલાકારો દ્વારા પોતાના મધુર કંઠે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, ત્યાર બાદ વહેલી સવારે ચિલ્લા મુબારક ખાતે ગુસલ મુબારક અને સંદલ મુબારકની ધાર્મિક વિધી કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે મગરીબની નમાજ બાદ મોતી તળાવમાં આવેલી કાદરી મસ્જિદ પાસેથી બગી અને બેન્ડ સાથે વાજતે ગાજતે નિશાન મુબારક સૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલીના ચિલ્લા મુબારક ખાતે લઈ જવામાં આવ્યં હતું અને ચિલ્લા મુબારકે નિશાન મુબારક, ચાદર શરીફ, સલાતો સલામ, કોમી એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.

મુબારકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા
સિદી ધમાલ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. એ પછી અકીદત મંદોએ ન્યાઝ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ ઉર્ષ મુબારકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો કોઈપણ નાત જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ ચાલેલાં આ ઉર્ષનું સંચાલન ખાદીમ અબ્બાસ બાપુ અને મસ્તાન કમિટીની સમગ્ર ટીમે ખડેપગે રહીને સુંદર વ્યવસ્થા કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...