હવાઇ સુવિધાની માંગ:ઔદ્યોગિક રીતે અગ્રેસર જિલ્લા કક્ષાના મહુવામાં હવાઇ સુવિધાની ઉભી થતી તાતી જરૂરીયાત

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિહાઇડ્રેશનમાં વિશ્વનું હબ બન્યુ છે તેમજ ધાર્મિક દ્રષ્ટિએ મહુવામાં લોકોની આવનજાવન
  • મહુવામાં હવાઇ સુવિધા પ્રાપ્ત થાય તો મહુવાના ઉદ્યોગોનો સારો એવો વિકાસ થઇ શકે તેમ છે

જિલ્લા કક્ષાના મહુવા શહેરના વિકાસ માટે મહુવામાં હવાઇ સુવિધા પ્રાપ્ત થાય તો મહુવાના ઉદ્યોગોનો સારો એવો વિકાસ થઇ શકે તેમ છે .મહુવામાં ડિહાઇડ્રેશન ઉદ્યોગના વિકાસના કારણે મહુવા અન્ય ડિહાઇડ્રેશન નિકાસના વેપારમાં વિશ્વનું હબ બન્યુ છે તેમજ મહુવા વિવિધ ઔદ્યોગિક વિકાસ વિવિધ ક્ષેત્રે થયો છે ત્યારે ઔદ્યોગિક રીતે અગ્રેસર જિલ્લા કક્ષાના મહુવામાં હવાઇ સુવિધાની માંગ ઉગ્ર બની છે.

મહુવા થી 100 કિ.મી. દુર ભાવનગર અને મહુવા થી દિવ 140 કિ.મી.ના અંતરે દિવ ખાતે એરપોર્ટની સુવિધા છે આથી મહુવામાં એરપોર્ટની સુવિધા હાલના સમયની માંગ છે. જીલ્લા કક્ષાના મહુવા શહેરને જીલ્લો બનાવવાની માંગ 1995 થી વખતો વખત કરી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મહુવાને હજુ સુધી જીલ્લો બનાવેલ ન હોય મહુવામાં ભારે અસંતોષ ઉભો થયો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી ડિહાઇડ્રેશન ઓનિયન બનાવતા ઉદ્યોગપતિઓ અને હિરા ઉદ્યોગના વ્યવસાય સાથે સંકાળાયેલા વેપારીઓમાં માંગ ઉભી થવા પામી છે.

વ્યવસાયીકો, અધિકારીઓ સુવિધાનો લાભ લઇ શકે
મહુવા પાસેના પીપાવાવ પોર્ટ ખાતે આવેલ વિવિધ કંપનીઓના અધિકારી, કર્મચારીઅને ઝડપથી દેશના વિવિધ વિસ્તારોમાં જવાનું થતુ હોય તેમજ પૂ.મોરારીબાપુ, પુ.બજરંગદાસ બાપાના ધામમાં દર્શનાર્થે દેશ-વિદેશથી દર્શનાર્થીઓ મહુવા આવતા-જતા હોય છે. આથી મહુવામાં હવાઇ વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય તે માટે એરપોર્ટની માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...