નિરિક્ષણ:શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસવા તાકીદ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગીનગર,તરસમીયા,નારી, બોરતળાવ વિ. વિસ્તારમાં નિરિક્ષણ

ભાવનગર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કોર્પોરેશન પણ સાબદુ થયું છે અને કમિશનર ડેપ્યુટી કમિશનર સહિત વિભાગીય અધિકારીઓ જે વિસ્તારમાં પાણી ભરાતા હોય તે વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ગુજરાત રાજ્યના અન્ય શહેરો સાથે ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેની રીતે તૈયાર છે ત્યારે બીજી તરફ ભાવનગર કોર્પોરેશન પણ સજ્જ થયું છે. કમિશનર યોગેશ નિરગુડે, નાયબ કમિશનર રાજપુત તેમજ તમામ વિભાગના અધિકારીઓ સાથે જ્યાં વધુ પાણી ભરાતું હોય તે વિસ્તારો જેવા કે, યોગીનગર પાછળ, તરસમીયા રોડ, નારી, નેશનલ હાઈવે અને બોરતળાવ દુઃખી શ્યામ બાપા વેસ્ટ વિયર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રહીશોને સુરક્ષિત સ્થળે ખસી જવા પણ સૂચના આપી હતી.

ક્યારે મારી પાસે નેશનલ હાઇવે રોડ પર ધાબાવાળા દ્વારા કરેલી આડસને કારણે ભરાતા પાણીનો નિકાલ કરવા પણ આદેશ કર્યો હતો. ટાઉન પ્લાનીંગ, ટાઉન ડેવલોપમેન્ટ, એસ્ટેટ, ડ્રેનેજ, વોટર વોર્કસ, બિલ્ડીંગ સહિતના અધિકારીઓને સંબંધિત કામગીરી ની સૂચના આપી હતી અને 24 કલાક તૈયાર રહેવા આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટર-ઇન્ચાર્જ કમિશનર નિરગુડેએ નારી,તરસમીયા,યોગીનગર સહિતના વિસ્તારોમાં કાદવ કીચડમાં પગપાળા નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...