ઢીલી નિતી:મહુવા પાલીકાનું સિમાંકન વધારવા સત્તર વર્ષથી રાહ જોતા શહેરીજનો

મહુવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીઓમાં વસવાટ કરતા લોકો હજુ અનેક સુવિધાથી વંચિત
  • કાગળ પર કામગીરી કરી અધિકારી-પદાધિકારીઓ માને છે સંતોષ

મહુવા નગરપાલીકાનું સિમાંકન વધારવા 17 વર્ષથી કામગીરી થઇ રહી છે પરંતું પરિણામ શુન્ય છે.ગુજરાતની મહાનગરપાલિકાઓમાં સમયાંતરે સિમાંકન વધારી શહેરનો વિકાસ કરવામાં આવે છે. પરંતુ નગરપાલિકામાં સિમાંકન વધારવા કોઇ કાર્યવાહી નહી થતા વિકાસ રૂંધાયો છે. મહુવા શહેરનું સિમાંકન વધારવા વર્ષ 2005 થી આજ સુધી માત્ર તુમાર નિકાલ ઝુંબેશ માફક માત્ર પત્રવ્યવહાર કરી નગરપાલીકાના અધિકારી-પદાધિકારી સંતોષ મેળવી રહ્યાં છે. શહેરના DP/TP પ્લાન રિવાઇઝ કરવા મહુવા શહેરનું સિમાંકન વધારવુ જરૂરી છે.

મહુવા શહેરનુ સિમાંકન વધારવા માટે સરકાર દ્વારા જુનિયર ટાઉન પ્લાનીંગ ઇજનેરની નિમણુંક પણ વર્ષોથી કરવામાં આવી છે તેઓ દ્વારા પણ વર્ષોથી સિમાંકન વધારવા માટે ઓજી વિસ્તારના નકશાઓ સહિતની જુદીજુદી માહિતીઓ તેમજ અન્ય નગરપાલિકા, મહાનગરપાલિકાઓએ સિમાંકન વધારવા રજુ કરેલ દરખાસ્તની નકલ મેળવી મુસદ્દો તૈયાર થઇ રહ્યોં છે. નગરપાલીકા પાસે જુ.ટાઉન પ્લાનર પણ છે તેમ છતાં પ્રોપર ચેનલ શહેરી વિકાસ મંત્રાલયને સિમાંકન વધારવાની દરખાસ્ત કયારે મોકલશે?. તે પ્રશ્ન હજુ ઉભો જ છે.

મહુવા શહેર આસપાસ નગરપાલિકાની હદને અડીને આવેલા હદ બહારના વિસ્તારમાં વિવિધ સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. છેલ્લા 15-20 વર્ષથી આ સોસાયટીમાં વસવાટ કરતા લોકોને હજુ વિકાસ જોયો નથી. આ વિસ્તારના રહીશો નળ, ગટર, રોડ, સ્ટ્રીટ લાઇટ અને પ્રાથમિક શાળા જેવી મૂળભુત સુવિદ્યાથી વંચિત છે. સરકાર શહેરોના સિમાંકનમાં સુધારો કરવા માગે છે પરંતુ સ્થાનિક રાજકીય ઇચ્છા શક્તિ અને નગરપાલિકાના અધીકારીઓની અણઆવડતના કારણે મહુવાનુ સિમાંકન 2005 થી એટલે કે છેલ્લા 17 વર્ષથી કાગળોમાં જ ગુંચવાયેલુ રહ્યુ છે એટલુ જ નહી તેની વિધિવત યોગ્ય દરખાસ્ત પણ નગરપાલીકા કચેરીની હદની બહાર નિકળી શકી નથી.

સિમાંકન વધે તો અનેક રીતે ફાયદો
મહુવાના સિમાંકન વધારવાથી નગરપાલિકાના કર્મચારીઓના કાયમીના પ્રશ્નો તેમજ કર્મચારીઓનુ સેટઅપ સુધારવાના પ્રશ્નો હલ કરવા, ફીક્સ અને રોજમદાર કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે નિમણુંક આપવા તેમજ હાલ કોર્ટના હુકમોના કારણે અનેક કર્મચારીઓને સ્વભંડોળમાંથી પગાર ચુકવવો પડે છે જે ભારણમાં ઘટાડો કરવા મહુવા નગરપાલિકાનો વિસ્તાર વધારી એ-ગ્રેડનો સ્થાનીક વેરો ઉધરાવતી નગરપાલિકાને હકીકતે ગ્રેડ-એ ની બનાવવાથી શહેરના જુદા જુદા વિસ્તારમાં નગરપાલિકાની ઝોનલ કચેરી ખોલી સોસાયટીના રહિશો વર્ષોથી સીવીક સેન્ટરની માંગ કરી રહ્યાં છે. જે પૂર્ણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...