તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા લેવાશે:UPSCનું રિવાઈઝ્ડ શેડ્યુલ, 14મી નવેમ્બરે પરીક્ષા લેવાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UPSC NDA/NA II માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 29 જૂન સુધી ચાલુ રહેશે, 75 સેન્ટર પર પરીક્ષા લેવાશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા (II), 2021 માટે રિવાઈઝ્ડ એક્ઝામ શેડ્યુલ જાહેર કર્યું છે. UPSC NDA એક્ઝામ માટે અરજી કરનારા ઉમેદવારો પરીક્ષાની રિવાઈઝ્ડ તારીખ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર ચેક કરી શકે છે.UPSCએ જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, NDA/NA-II 2021 પરીક્ષા 14 નવેમ્બરે લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરના 75 સેન્ટર પર લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખની સાથે કમિશને ઉમેદવારને એક્ઝામ સેન્ટર બદલવાનો ઓપ્શન પણ આપ્યો છે.

ઉમેદવારો પાસે પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવા માટે 75 ઓપ્શન હશે. UPSC NDA/NA II માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 9 જૂનથી શરુ થઈ હતી. આ પ્રોસેસ 29 જૂન 2021ના રોજ પૂરી થશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી નેશનલ ડિફેન્સ એકેડમીની 370 જગ્યા અને નેવલ એકેડમીમાં 30 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ પરીક્ષા માટે ધોરણ 12 કે પછી અન્ય ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...