હોબાળો:કોર્પોરેટરોને કોન્ટ્રાક્ટ લેવાના હવાતિયામાં સ્ટેન્ડીંગમાં હોબાળો

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નિયમો મુજબ ટેન્ડર પ્રક્રિયાથી સભ્યોમાં નારાજગી વ્યાપી
  • નિયમો નેવે મુકી ટેન્ડરમાં ક્લોઝ ઉમેર્યા અને અભિપ્રાયમાં પોતાને ખોટા સાબિત કર્યા

ભાજપના કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો બની જાય ત્યારે આંતરિક વિખવાદો પણ વધે છે. તેવું જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેન વચ્ચે બન્યું હતું. ઘોઘાસર્કલ વોર્ડમાં ડ્રેનેજ લાઈનની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી આઉટસોર્સથી આપવા ટેન્ડરમાં સરકારની ગાઈડલાઈન મુજબ કરેલી જોગવાઈઓમાં ભાજપના કોર્પોરેટરો આપોઆપ બહાર નીકળી જતા સ્ટેન્ડિંગ કમિટીમાં અને સભ્યો વચ્ચે પણ શાબ્દિક ચકમક ઝરી હતી.

કોર્પોરેશનમાં આઉટસોર્સથી કામગીરીનો વિવાદ છેલ્લા લાંબા સમયથી શરૂ છે. આઉટ સોર્સ થી કર્મચારીઓને રાખવા માટેના દ્રષ્ટિ ફેડરેશનને ટેન્ડર વગર અપાયેલી કામગીરીના વિવાદ બાદ કમિશનર દ્વારા ટેન્ડર વગર કોઈ કામગીરી નહીં આપવા અને અગાઉ જો ટેન્ડર ન થયા હોય તે વર્ક રદ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા હુકમ કર્યો હતો. જે અનુસંધાને છેલ્લા આઠ-નવ મહિનાથી ઘોઘાસર્કલ વોર્ડમાં ટેન્ડર પ્રક્રિયા વગર ડ્રેનેજ સ્ટ્રોમ વોટરલાઇનની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી આઉટ સોર્સથી યોગેશ્વર ફેડરેશનને સોપાયું હતું. તેમાં પણ ફરજિયાત પણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડી હતી.

ઘોઘાસર્કલ વોર્ડના ડ્રેનેજની કામગીરીના આઉટસોર્સ માટે ડ્રેનેજ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું ટેન્ડર સરકારના નીતિ-નિયમોની એસી તેસી કરી cvc ની ગાઈડલાઈન પણ કોરાણે મૂકી ફેડરેશન અને સખી મંડળને ફાયદો થાય તેવા ક્લોઝ ઉમેરવામાં આવ્યા હતા. તે પરામર્શ માટે સ્ટેન્ડિંગમાં આવતા ચેરમેન દ્વારા ઉમેરવામાં આવેલા નિયમો બાબતે અભિપ્રાય માગતા ડ્રેનેજ વિભાગ દ્વારા જ CVC ની ગાઈડલાઈન આવા નિયમો નહીં હોવા તેમજ બે લાખથી વધુ રકમનું કામ ફેડરેશનને આપી નહીં શકવાની બાબત સ્પષ્ટ કરી હતી.

જેના અનુસંધાને ચેરમેન દ્વારા સરકારના નીતી નિયમો મુજબ ટેન્ડર બહાર પાડવા ગત અઠવાડિયે મંજૂરી આપી હતી. જેને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવા સમયે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ ફેડરેશનને ફાયદો થાય તેવા હેતુસર લેખિતમાં આપેલું તેને ધ્યાને નહીં લેતા તેઓને નહીં ગણકારતા હોવાનો ચેરમેન સમક્ષ રોષ ઠાલવ્યો હતો. જોકે ચેરમેન દ્વારા કમિશનરના અભિપ્રાય અને સરકારની ગાઈડલાઈન મુજબ ટેન્ડર પ્રક્રિયા કર્યુ હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. પરંતુ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરને લઈ રાજકીય ગરમાવો ફેલાયો છે.

ફેડરેશનને શું કરાવવા હતા ફાયદા?

  • ફેડરેશનને 50 હજાર રૂપિયા ડીપોઝીટ અન્યને 10 લાખ ડિપોઝિટ
  • અન્યને ત્રણ વર્ષનો અનુભવ ફેડરેશનને અનુભવની જરૂર નહીં
  • કામગીરીના ટન ઓવરમાંથી પણ મુક્તિ
અન્ય સમાચારો પણ છે...